29 November, 2024 05:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ, મહારાષ્ટ્ર બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના નેતા એકનાથ શિંદે નડ્ડાના નિવાસસ્થાને (PTI)
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) વચ્ચે મુખ્ય પ્રધાન અને બાકીના પદ અંગે સત્તા વહેંચણીને લઈને હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મહાયુતિ (Maharashtra New CM Meeting) વચ્ચે સીએમ અને બાકીના પદ કોને સોંપવા તેને લઈને પક્ષોના મોટા નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. જોકે રાજ્યના ભુતપૂર્વ સીએમ એકનાથ શિંદે ફરીથી સીએમ નહીં બને એવી પણ ચર્ચા ચાલી રહી છે.
આ બધી બાબતો અંગે શિવસેનાના નેતા સંજય શિરસાટે શુક્રવારે કહ્યું કે જો તેમની પાર્ટીના વડા એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન પદ સ્વીકારશે નહીં તો આ પદ તેમની પાર્ટીમાંથી કોઈ અન્યને આપવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા શિરસાટે કહ્યું કે શિંદે કેન્દ્રીય મંત્રી (Maharashtra New CM Meeting) તરીકે કેન્દ્રમાં નહીં જાય. મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનના અદભૂત પ્રદર્શન બાદ, કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે તેઓ આગામી મુખ્ય પ્રધાનનું નામ આપવાના ભાજપના નેતૃત્વના નિર્ણયને "સંપૂર્ણ સમર્થન" કરશે અને પ્રક્રિયાને અવરોધશે નહીં. આનાથી શિંદેને નાયબ મુખ્ય પ્રધાન પદની ઓફર કરવામાં આવે અને તેઓ તેનો સ્વીકાર કરશે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. શિરસાટે કહ્યું, “જો શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં તો અમારી પાર્ટીના અન્ય કોઈ નેતાને આ પદ મળશે. તેઓ (શિંદે) સાંજ સુધીમાં આ અંગે નિર્ણય લેશે.
ગુરુવારે, શિવસેનાના નેતાએ કહ્યું કે શિંદે સંભવતઃ મહારાષ્ટ્રની નવી સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનનું પદ (Maharashtra New CM Meeting) સ્વીકારશે નહીં. શિરસાટના પક્ષના સાથીદાર અને પૂર્વ મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું કે તેમના ચૂંટાયેલા ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોને ભારપૂર્વક લાગે છે કે શિંદેએ નવી સરકારનો ભાગ બનવો જોઈએ. દેસાઈ 2022 થી 2024 સુધી શિંદેના ગઢ ગણાતા થાણેના પાલક મંત્રી હતા. શિંદેના વિશાળ વહીવટી અનુભવને ધ્યાનમાં લેતા દેસાઈએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રની આગામી સરકારનો હિસ્સો હોવા જોઈએ. શિંદે, પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના વડા અજિત પવાર ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાં આગામી સરકાર માટે સત્તા-વહેંચણી કરાર અંગે ચર્ચા કરી હતી.
બેઠક બાદ દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શિંદેએ કહ્યું, "અમે એક-બે દિવસમાં (મહારાષ્ટ્રના સીએમ પર) નિર્ણય લઈશું. અમે ચર્ચા કરી છે અને ચર્ચાઓ ચાલુ રહેશે. અમે અંતિમ નિર્ણય ક્યારે લઈશું તે તમને ખબર પડશે." 20 નવેમ્બરે યોજાયેલી મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર થયા હતા. ભાજપે (Maharashtra New CM Meeting) 132 બેઠકો જીતી હતી, ત્યારબાદ તેના સહયોગી શિવસેના (57) અને NCP (41) હતા. વિપક્ષી શિબિરમાંથી, કોંગ્રેસને 16 બેઠકો મળી, જ્યારે તેના MVA સહયોગી શિવસેના (UBT) અને NCP (SP)ને અનુક્રમે માત્ર 20 અને 10 બેઠકો મળી.