Maharashtra New CM: દેવેન્દ્ર ફડણવીસની સાથે આ નેતાઓના નામ પણ છે સીએમની રેસમાં

30 November, 2024 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra New CM: અમિત શાહ સાથેની મુલાકાત બાદ એટલું તો જાણે કન્ફર્મ થઈ જ ગયું છે કે મુખ્યમંત્રીનું પદ ભાજપના જ કોઈ નેતાને અપાશે.

દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા બાદ હવે નવા મુખ્યમંત્રી (Maharashtra New CM) તરીકે કોણ શપથ લે છે તેના પર સૌની નજર છે. તાજેતરમાં જ મહાયુતિના નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે લાંબી મુલાકાત પણ કરી હતી, તે છતાં હજી સુધી તો મહારાષ્ટ્રમાં નવી સરકારનું સસ્પેન્સ બરકરાર છે. હજી સુધી ભાજપ તરફથી પણ પોતાના ધારાસભ્ય દળના કોઈ નેતાની પસંદગી કરાઇ નથી.

ભાજપના જ નેતા બનશે મુખ્યમંત્રી તે પાકું!

અમિત શાહ સાથેની મુલાકાત બાદ એટલું તો જાણે કન્ફર્મ થઈ જ ગયું છે કે મુખ્યમંત્રીનું પદ (Maharashtra New CM) ભાજપના જ કોઈ નેતાને આપવામાં આવશે. જોકે, આ બેઠકમાં પણ મુખ્યમંત્રી કોણ હશે તે તો સસ્પેન્સ જ છે. પણ આ બેઠકમાં એવા સંકેતો જરૂર આપવામાં આવ્યા હતા કે જે કોઈ મુખ્યમંત્રી હશે તે ભાજપ પક્ષના હશે.

દેવેન્દ્ર ફડણવીસની સથોસાથ આ અન્ય નેતાઓના નામની પણ ચર્ચા 

હવે અત્યારે તો એકનાથ શિંદે પોતાના વતનમાં ગયા છે. તેઓ પાછા આવે કે નવા મુખ્યમંત્રીના નામ (Maharashtra New CM)ની જાહેરાત થશે. પણ એ વચ્ચે હવે કેટલાક અન્ય નેતાઓના નામ પણ ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઇ રહ્યા છે. આ જે નામની ચર્ચા છે તેમાં એક છે પછાત વર્ગમાંથી આવતા પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે અને મરાઠા સમુદાયમાંથી આવતા પુણેના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી મુરલીધર મોહોલ. આવો, આ બંને વિષે વિસ્તારથી જાણીએ.

ચંદ્રશેખર બાવનકુલે કોણ છે?

તમને જણાવી દઈએ કે ચંદ્રશેખર બાવનકુલે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ છે. આ પહેલા તેઓ મહારાષ્ટ્ર સરકારમાં ઉર્જા અને ઉત્પાદક શુલ્ક મંત્રી તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે. કામઠી વિધાનસભા બેઠક પરથી સતત ચોથી વખત તેઓએ વિધાનસભાની ચૂંટણીમાં બાજી મારી છે. આ વર્ષે તેઓએ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ ભોયરને 40946 મતોથી પરાસ્ત કર્યા હતા.

મુરલીધર મોહોલનું નામ પણ ચર્ચામાં- કોણ છે એ?

મુરલીધર પણ પ્રભાવક રાજકીય સફર ધરાવે છે. તેઓએ કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકરને સવા લાખ મતોથી હરાવીને જંગી જીત હાંસલ કરી છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દી ત્રણ દાયકા પહેલા ભાજપ સાથે શરૂ કરી હતી. મોહોલ પુણેના મેયર પણ રહી ચૂક્યા છે. 

મુરલીધર મોહોલે તો આ વાતોને નિરથક ગણાવી 

પોતાનું નામ (Maharashtra New CM) ચર્ચાઇ રહ્યું હોય તેવે સમયે તેઓએ લખ્યું હતું કે, "સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે મારા નામની ચર્ચા નિરર્થક અને કાલ્પનિક વાતો છે” તેઓએ ફડણવીસ માટે લખ્યું હતું કે, “અમે ભારતીય જનતા પાર્ટી તરીકે લડી રહ્યા છીએ, ત્યારે અમે નેતા દેવેન્દ્રજીના નેતૃત્વમાં લડ્યા. મહારાષ્ટ્રની જનતાએ પણ ઐતિહાસિક કોલ આપ્યો છે.”

mumbai news mumbai bharatiya janata party eknath shinde amit shah political news maharashtra political crisis maharashtra news maharashtra