27 November, 2024 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP) મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસને ફરી એક વાર મુખ્ય પ્રધાન બનાવે એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે એની પાછળ અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી એક કારણ હોવાનું કહેવાય છે.
સોમવારે અજિત પવારની પાર્ટીએ દિલ્હીમાં BJPના ટોચના નેતાઓને દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાનપદ માટે તેમની પાર્ટી સપોર્ટ કરતી હોવાનો પત્ર આપ્યો હોવાનું કહેવાય છે. ત્યાર બાદ જ દિલ્હીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને લઈને ગતિવિધિઓ તેજ થઈ હતી. બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે એકનાથ શિંદેની શિવસેનાએ પણ અજિત પવારની પાર્ટી પાસે મુખ્ય પ્રધાનપદ માટે સપોર્ટનો લેટર માગ્યો હતો, પણ દાદાએ એકનાથ શિંદેને પત્ર આપવાને બદલે દેવેન્દ્ર ફડણવીસના નામનો પત્ર BJPને આપી દીધો હતો. એને લીધે એકનાથ શિંદે નારાજ થઈ ગયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.