Maharashtra Murder : શું થઈ રહ્યું છે રાજ્યમાં! એક મહિનામાં ચાર ગોળીબાર

09 February, 2024 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Murder : ધીમે-ધીમે મહારાષ્ટ્રમાં વધી રહ્યાં છે ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા કેસ! સંજય રાઉતે ગૃહ પ્રધાનના રાજીનામાની માંગ કરી

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં એક પછી એક ભયાનક ઘટનાઓ બની રહી છે જે મહારાષ્ટ્ર (Maharashtra)ને હચમચાવી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં એક મહિનામાં ફાયરિંગની ચાર ઘટનાઓ (Maharashtra Murder) બની છે. છેલ્લા થોડાક સમયમાં રાજ્યમાં ગોળીબારની ઘણી ઘટનાઓ બની છે. જો કે, કેમેરા સામે કે ફેસબુક લાઈવ દરમિયાન આ પ્રકારની ગોળીબારની ઘટના (Facebook Live Murder) મહારાષ્ટ્રમાં પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. આ ઘટનાઓ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. શું મહારાષ્ટ્ર ધીમે-ધીમે (Uttar Pradesh), બિહાર (Bihar) બની રહ્યું છે? એટલું જ નહીં, રાજ્યમાં બની રહેલી આ દુર્ઘટનાઓને પગલે શિવસેના (Shiv Sena) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના નેતા સંજય રાઉત (Sanjay Raut)એ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના રાજીનામાની માંગ કરી છે.

મહારાષ્ટ્રમાં એક જ લગભગ એક જ મહિનાના ગાળામાં ચાર ગોળીબારની ઘટના બની છે.

પ્રથમ ઘટના

પહેલી ઘટના ૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બની હતી. નવા વર્ષની શરૂઆતમાં પુણે (Pune)ના કુખ્યાત ગેંગસ્ટર શરદ મોહોલ (Sharad Mohol Murder)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દિવસભર ગોળીબાર કરીને મોહોલનું મોત થયું હતું.

બીજી ઘટના

બીજી ઘટના ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ કલ્યાણ (Kalyan) નજીક ઉલ્હાસનગર (Ulhasnagar)માં બની હતી. શાસક ભારતીય જનતા પાર્ટી - ભાજપ (Bharatiya Janata Party - BJP)ના ધારાસભ્ય ગણપત ગાયકવાડ (Ganpat Gaikwad Firing Case)એ ભર પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કર્યો હતો. ભાજપના ધારાસભ્યોએ એકનાથ શિંદે (Eknath Shinde) જૂથના અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો.

ત્રીજી ઘટના

ત્રીજી ઘટના ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ જલગાંવ (Jalgaon)માં બની હતી. જલગાંવના ચાલીસગાંવમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલરને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના ચાલીસગાંવ શહેરના હનુમાન વાડીમાં બની હતી. ભાજપના પૂર્વ કાઉન્સિલર મહેન્દ્ર ઉર્ફે બાલુ મોર (Mahendra More Firing Case) તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે મોઢા પર રૂમાલ બાંધેલા ચાર થી પાંચ યુવકોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. મોરેની હાલત ગંભીર છે અને તાજેતરમાં જ ફાયરિંગના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ચોથી ઘટના

ગઈ કાલે ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ મુંબઈ (Mumbai)ના બોરીવલી, પશ્ચિમ (Borivali, West)માં આઇ. સી. કૉલોની (I.C. Colony) વિસ્તારમાં ઘટી હતી. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર (Abhishek Ghosalkar)ની મૉરિસ નરોના (Mauris Noronha)એ ગોળી મારીને હત્યા કરી છે. ત્યારબા મૉરિસે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ સમગ્ર ઘટના ફેસબુક લાઈવ (Facebook Live Murder) દરમિયાન બની હતી.

આ રીતે મર્ડરની વધી રહેલી ઘટનાઓ કરેખર મહારાષ્ટ્ર રાજ્યના કાયદા અને વ્યવસ્થા પર પ્રશ્નો કરે છે.

murder case Crime News mumbai crime news mumbai mumbai news maharashtra news maharashtra