Mumbai Policeએ મકર સંક્રાંતિ પહેલા નાયલૉનના માંજા પર મૂક્યો એક મહિના માટે બૅન

06 January, 2023 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે જાહેર એક આદેશમાં પોલીસે 12 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી નાયલૉનના માંજાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે (Mumbai Police)  આગામી મકર સંક્રાંતિના તહેવાર પહેલા પતંકના નાયલૉનના માંજાના ઉપયોગ, વેચાણ અને સ્ટોરેજ પર આગામી એક મહિના માટે પ્રતિબંધ મૂક્યા છે. એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે મંગળવારે જાહેર એક આદેશમાં પોલીસે 12 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી નાયલૉનના માંજાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

અધિકારીએ કહ્યું કે માનવામાં આવે છે કે પ્લાસ્ટિક અને અન્ય સિન્થેટિક પદાર્થોથી બનેલા નાયલૉનના માંજાના ઉપયોગથી ઘણીવાર લોકો ઈજાગ્રસ્ત થઈ જાય છે અને કેટલાક કેસમાં લોકો અને પક્ષીઓના મોત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : Mumbai: BJP યુવા મોરચાના અધ્યક્ષ તેજિંદર સિંહ તિવાનાને જીવલેણ ધમકી

તેમણે કહ્યું કે નાયલૉનની દોરીથી પર્યાવરણને પણ નુકસાન થાય છે કારણકે તે બિન બાયોડિગ્રેડેબલ હોય છે અને નાળાં પણ જામ થઈ જાય છે તેમજ પાણીને પણ પ્રદૂષિત કરી શકે છે. આદેશ પ્રમાણે, નાયલૉનના માંજાનો ઉપયોગ, વેચાણ અને સ્ટોરેજ કરનારા લોકો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 (સરકારી સેવક દ્વારા જાહેર આદેશનું પાલન ન કરવા) મામલે કાર્યવાહી કરવામાં આવશે.

Mumbai mumbai news mumbai police makar sankranti uttaran gujarati mid-day