03 March, 2023 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંદિપ દેશપાંડે
Maharashtra: MNSના નેતા સંદીપ દેશપાંડે (Attack on Sandip Deshpande) પર હુમલો થયો છે. દાદર(Dadar)ના શિવાજી પાર્ક(Shivaji Park)માં મોર્નિંગ વોક દરમિયાન આ ઘટના બની હતી. દેશપાંડેની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવી આશંકા છે કે રાજકીય દુશ્મનાવટના કારણે અજાણ્યા હુમલાખોરોએ સંદીપ દેશપાંડે પર આ હુમલો કર્યો છે. આ હુમલા બાદ MNS કાર્યકર્તાઓમાં ગુસ્સો છે.
MNS નેતા સંતોષ ધુરીએ શું કહ્યું?
એબીપી માઝાના અહેવાલ અનુસાર, MNS નેતા સંતોષ ધૂરીએ કહ્યું કે, કાયરોએ સંદીપ દેશપાંડે પર હુમલો કર્યો છે. આ હુમલો મોર્નિંગ વોક દરમિયાન થયો હતો. મોર્નિંગ વોક દરમિયાન સંદીપ દેશપાંડેને એકલા જોઈને ચાર લોકોએ તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના ચહેરા સંપૂર્ણપણે ઢાંકેલા હતા. તે સારી રીતે વિચારેલી યોજના હતી. તેના પર ક્રિકેટ સ્ટમ્પ વડે હુમલો કરવામાં આવ્યો છે. સંદીપ દેશપાંડેને હાથ અને પગમાં ઈજા થઈ હતી.
ટૂંક સમયમાં હુમલાખોરોનો ચહેરો બહાર આવશે?
વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે ટૂંક સમયમાં હુમલાખોરોનો ચહેરો સામે આવશે. સંદીપ દેશપાંડેએ અનેક કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. તેના ગુસ્સામાં આ હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. સંતોષ ધુરીએ એમ પણ કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજ સામે આવતાં જ હુમલાખોરોનો ચહેરો સામે આવશે.
આ પણ વાંચો: Women`s Day:સપનાના સંકટ સમયની સાંકળ અને ટેકા માટે મામાનું ઘર છે ગુજરાતની આ યુવતી
MNS કાર્યકરોમાં રોષ
આ ઘટના બાદ MNS કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંદીપ દેશપાંડે પર હુમલાની માહિતી મળતા જ MNS કાર્યકર્તાઓ હોસ્પિટલ દોડી ગયા હતા. હુમલા બાદ MNS કાર્યકર્તાઓ આક્રમક બન્યા છે અને કાર્યકરોએ ચેતવણી આપી છે કે હુમલાખોરો પર વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે.