Maharashtra Rain : આગામી 24 કલાક રાજ્ય માટે એલર્ટ, ચક્રવાતી તોફાનની થઈ શકે અસર

03 December, 2023 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Rain: હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વાશીમ, બુલઢાણા, અમરાવતી, અકોલામાં તોફાન સાથે વરસાદની સંભાવના છે

વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર

Maharashtra Rain: બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર તૈયાર થયું છે. શનિવારે તીવ્ર દબાણ થયું હતું. જેના કારણે તે હવે આ વિસ્તાર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી દેશભરમાં ભારે વરસાદ પડશે. ઘણા વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે ચક્રવાતને કારણે દરિયાકાંઠાના તમિલનાડુ, આંધ્રપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે પણ આગામી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વરસાદ (Maharashtra Rain)ની આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેતીને પહેલાથી જ મોટું નુકસાન થયું છે અને હવે ફરી એકવાર રાજ્યમાં 24 કલાક વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદ (Maharashtra Rain)ની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વાશીમ, બુલઢાણા, અમરાવતી, અકોલામાં તોફાન સાથે વરસાદની સંભાવના છે.

કયા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે?

તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ દરિયાકાંઠે હવામાન કચેરી દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 2જીથી 4થી ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુના ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તરીય તટીય તમિલનાડુ અને પુડુચેરીમાં 4 ડિસેમ્બર સુધી મોટાભાગના સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

2થી 4 ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. 3 અને 4 ડિસેમ્બરના રોજ આંધ્ર પ્રદેશના દક્ષિણ તટીય વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં ત્રાટકેલા ચક્રવાતી તોફાનના કારણે રાજ્યમાં વરસાદ (Maharashtra Rain) ચાલુ છે. મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધશે એવી આગાહી છે. કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેથી ખેડૂતોએ તેમની ખેતીની યોગ્ય કાળજી લેવી જોઈએ તેવી સૂચનાઓ આપવામાં આવી છે.

1 ડિસેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે દક્ષિણ-પૂર્વને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું હતું. આ નીચા દબાણનું ક્ષેત્ર ચેન્નાઈથી 800 કિમી દક્ષિણપૂર્વમાં દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર, પુડુચેરીના લગભગ 790 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં અક્ષાંશ 9.1 ડિગ્રી ઉત્તર અને રેખાંશ 86.4 ડિગ્રી પૂર્વમાં કેન્દ્રિત છે.

ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડી શકે છે 

દેશના ઉત્તર ભાગમાં પણ વરસાદ પડ્યો હતો. ચંદીગઢમાં ગુરુવાર સવારથી ભારે વરસાદ અને કરા પડ્યા છે, જ્યારે શ્રીનગરમાં હળવો વરસાદ થયો છે. પૂંચમાં પણ ભારે હિમવર્ષા ચાલુ છે.

mumbai rains maharashtra news amravati akola vidarbha indian meteorological department maharashtra