Mumbai: 19 વર્ષના દીકરાનું રોડ અકસ્માતમાં મોત, હવે માને મળશે 13 લાખનું વળતર

16 January, 2023 04:21 PM IST  |  Palghar | Gujarati Mid-day Online Correspondent

એમએસીટીના સભ્ય ડૉ. સુધીર એમ દેશપાંડેએ 12 જાન્યુઆરીને જાહેર આદેશમાં, દુર્ઘટનામાં સામેલ ટ્રકના માલિક અને તેના વીમાકર્તાના દાવાને દાખલ કરવાની તારીખથી લઈને અરજીકર્તાને દર વર્ષે સાત ટકા વ્યાજ દરે પેમેન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘર જિલ્લામાં મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યૂનલ (MACT)એ 2019માં એક રોડ અકસ્માતમાં પોતાના 19 વર્ષીય દીકરાને ગુમાવનારી મહિલાને 12.96 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. એમએસીટીના સભ્ય ડૉ. સુધીર એમ દેશપાંડેએ 12 જાન્યુઆરીને જાહેર આદેશમાં, દુર્ઘટનામાં સામેલ ટ્રકના માલિક અને તેના વીમાકર્તાના દાવાને દાખલ કરવાની તારીખથી લઈને અરજીકર્તાને દર વર્ષે સાત ટકા વ્યાજ દરે પેમેન્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. આ આદેશની કૉપી શનિવારે ઉપલબ્ધ કરાવવામાં આવી. મહિલા (45)ના વકીલ રમેશ ચાવણકેએ એમએસીટીને કહ્યું કે તેમની ક્લાઈન્ટનો દીકરો એક ગેરેજમાં કામ કરતો હતો અને દર મહિને આઠ હજાર રૂપિયા કમાતો હતો. 

અરજીકર્તાનો દીકરો 17 માર્ચ, 2019ના એક કૉલેજમાંથી પોતાના મિત્રો સાથે સ્કૂટર પરથી જઈ રહ્યો હતો, ત્યારે ચંદનસર-વિરાર માર્ગે સામેથી ઝડપી ગતિએ આવતા ટ્રકે તેની ટુ-વ્હીલરને ટક્કર મારી દીધી. પીડિતની ઘટનાસ્થળે મોત થઈ અને સ્કૂટર પર સવાર અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. વીમા કંપનીએ આ દાવાનો વિરોધ કર્યો જ્યારે ટ્રકના માલિક તેમની સામે હાજર થયા નહીં.

એમએસીટીએ મૃતકની માને કુલ 12.96 લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવે તેવા આદેશ આપ્યા. અકસ્માતમાં અન્ય બે ઈજાગ્રસ્તો હોવાનો દાવો દાખલ કરવાની તારીખ થી દર વર્ષે સાત ટકાના દરે 85,168 રૂપિયા અને 93,686 રૂપિયા વળતર તરીકે આપવાના આદેશ આપ્યા.

આ પણ વાંચો : કોવિડ સેન્ટર ગોટાળામાં પૂછપરછ માટે ED ઑફિસ પહોંચ્યા BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ

પાલઘર મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યૂનલના એક આદેશને કારણે એક મહિલાને ખૂબ જ વધારે સવલત મળી છે હકિકતે એક ઝડપી ગતિએ આવતા ટ્રકે યુવકની બાઈકને ટક્કર મારી હતી જેના પછી મહિલાને આટલી મોટી રકમ વળતરમાં મળી રહી છે.

Mumbai mumbai news maharashtra palghar