મહારાષ્ટ્રમાં મરાઠાઓની બોલબાલા

07 June, 2024 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકસભાની ૪૮માંથી આ સમાજના ૨૬ ઉમેદવાર વિજયી થયા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં આ વર્ષે મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું એનો ફાયદો આ સમાજને લોકસભાની ચૂંટણીમાં થયો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ અને વિરોધ પક્ષની મહાવિકાસ આઘાડી બન્નેમાંથી મરાઠા સમાજના ૨૬ ઉમેદવાર વિજયી થયા છે. મહાયુતિમાં મરાઠા સમાજમાંથી ૧૨ તો વિરોધ પક્ષમાંથી ૧૪ ઉમેદવાર વિજયી થયા છે. આવી જ રીતે ૨૦૧૪ અને ૨૦૧૯માં BJP સાથે રહેલા OBC સમાજે આ વખતે મહાવિકાસ આઘાડીને વધુ સમર્થન આપ્યું છે. આ સમાજના કુલ ૯ ઉમેદવાર વિજયી થયા છે. એમાં ત્રણ ઉમેદવાર મહાયુતિના તો ૬ ઉમેદવાર મહાવિકાસ આઘાડીના છે. મહાવિકાસ આઘાડીએ મરાઠા સમાજના ૨૬ નેતાને ટિકિટ આપી હતી તો મહાયુતિએ આ સમાજના ૧૧ નેતાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. 

Lok Sabha Election 2024 maharashtra maharashtra news mumbai mumbai news shiv sena bharatiya janata party maha vikas aghadi