મતદારોને જાગૃત કરવાની ઝુંબેશ : ઉત્સવ નિવડણૂકીચા, અભિમાન મહારાષ્ટ્રાચા

09 November, 2024 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો કરવાના માટેના તમામ પ્રયાસ રાજ્યના ચૂંટણીપંચ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવી રહ્યા છે

ગેટવે ઑફ ઇન્ડિયા

વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો કરવાના માટેના તમામ પ્રયાસ રાજ્યના ચૂંટણીપંચ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવી રહ્યા છે. એના ભાગરૂપે ગઈ કાલે સાંજે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ‘ઉત્સવ નિવડણૂકીચા, અભિમાન મહારાષ્ટ્રાચા’ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. એમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી, ઍક્ટ્રેસ અનન્યા પાંડે, ક્રિકેટર અજિંક્ય રહાણે, ગુજરાતી અભિનેતા મનોજ જોશી, મરાઠી અભિનેત્રી વર્ષા ઉસગાંવકર સહિત રાજ્યના મુખ્ય ચૂંટણી-અધિકારી એસ. ચોકલિંગમ અને BMCના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી હાજર રહ્યાં હતાં. આ ઝુંબેશમાં મુંબઈ સહિત રાજ્યભરમાં વિવિધ કલા રજૂ કરીને મતદાર જનજાગૃતિ કરવાનો સંદેશ આપવામાં આવશે.

assembly elections maharashtra news maharashtra gateway of india brihanmumbai municipal corporation news mumbai mumabi news