શરદ પવારને `ઔરંગઝેબ` કહેવાયા, તેમ છતાં ફડણવીસ મૌન કેમ? - સામના

10 June, 2023 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Saamana Editorial: મહારાષ્ટ્રના ડેપ્યુટિ સીએમ દેવેન્દ્ર ફડણવીસના `ઔરંગઝેબ કી ઔલાદ કૈસે પેદા હો ગઈ`વાળા નિવેદન પર `સામના` સંપાદકીયમાં કટાક્ષ કરવામાં આવ્યો છે.

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

Saamana Editorial: મહારાષ્ટ્રના (Maharashtra) ડેપ્યુટિ સીએમ દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadnavis) `ઔરંગઝેબ કી ઔલાદ કૈસે પેદા હો ગઈ`વાળા નિવેદન પર `સામના` સંપાદકીયમાં કટાક્ષ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં (Kolhapur) ઔરંગઝેબને લઈને થયેલી હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. ડેપ્યુટિ સીએમ દેવેન્દ્ર ફડણવીસના `ઔરંગઝેબ કી ઔલાદ`વાળા નિવેદન બાદ ઉદ્ધવ જૂથવાળી શિવસેનાએ પોતાના મુખપત્ર `સામના`ના સંપાદકીમાં ફડણવીસ પર નિશાના સાધ્યા છે. સામનામાં એનસીપી ચીફ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના નેતા સંજય રાઉતને મળેલી જીવલેણ ધમકી પર પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરે જૂથવાળી શિવસેનાના મુખપત્ર `સામના`ના સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે, "મહારાષ્ટ્રમાં એકાએક આટલી મોટી સંખ્યામાં ઔરંગઝેબની સંતાનો કેવી રીતે પેદા થઈ ગઈ, આવો પ્રશ્ન રાજ્યના ડિપ્ટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના મનમાં ઊઠ્યો છે. ડેપ્યુટી સીએમના મનમાં આ પ્રકારના પ્રશ્નનું ઊઠવું ખુફિયા તંત્રની નિષ્ફળતા છે. ઔરંગઝેબ એક ક્રૂરતા અને વિકૃતિ છે. તે વિકૃતિનો જાતિ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી."

`મહારાષ્ટ્રમાં ધર્મના નામે દંગાથી હાહાકાર`
સામનામાં લખ્યું છે કે, "થાણે જિલ્લાના મીરા ભાયંદરમાં ઘટેલી ઘટના ઔરંગઝેબને પણ શરમાવે તેવી ઘટના છે. છોકરીની હત્યા કરનાર વ્યક્તિ અને છોકરી બન્ને હિંદુ હતા. નહીંતર મુંબઈમાં લવ જિહાદ વિરોધી મોરચા નીકળ્યા હોત. ક્રૂરતા અને વિકૃતિ પણ એ જ છે. ફક્ત આ વિકૃતિને ધાર્મિક રંગ આપીને દેશમાં રાજનૈતિક રોટલી શેકવાનું કામ થઈ રહ્યું છે." સામનામાં આગળ લખ્યું છે કે શરદ પવાર જેવા વરિષ્ઠને `ઔરંગઝેબ` કહેવામાં આવે અને ફડણવીસ આ મામલે મૂકદર્શક બની રહે છે. મહારાષ્ટ્રની સંસ્કૃતિનું મુગલીકરણ ધોળે-દિવસે થઈ રહ્યું છે. આથી દંગા, ધમકીઓ, નૃશંસ હત્યાઓ થઈ રહી છે.

આ પણ વાંચો : પંજાબ: લુધિયાણામાં 7 કરોડ કૅશ લઈ ભાગ્યા લૂંટારા, 20 km દૂર છોડી ખાલી વૅન

સામનામાં લખવામાં આવ્યું છે કે, "મહારાષ્ટ્રમાં ધર્મના નામે દંગાથી હાહાકાર મચ્યો છે. કોલ્હાપુર, સંગમનેરમાં ઔરંગઝેબને જીવતા કરીને કેટલાક લોકોને નગ્ન નાચ કર્યો તો ફડણવીસે પ્રશ્ન ઊઠાવ્યો, "ઈતને ઔરંગઝેબ અચાનક કૈસે પેદા હો ગએ?" ડેપ્યુટી મુખ્યમંત્રી ફડણવીસને ખરેખર કયા ઔરંગઝેબને લઈને ચિંતા થઈ રહી છે? ઔરંગઝેબે મહારાષ્ટ્ર પર આક્રમણ કર્યું. તેણે અહીંની જનતા પર અત્યાચાર કર્યા. આ એક ભયાનક ઇતિહાસ છે પણ આ વિકૃતિ માટે નવા ઔરંગઝેબ આપણાં રાજ્યમાં પેદા થયા છે અને તેમનામાં હવે કાયદાનો ભય નથી. આનો અર્થ એ છે કે ગૃહ વિભાગ નબળું પડ્યું છે. મહારાષ્ટ્રમાં કાયદાનો નહીં પણ ગિરોહોનો રાજ ચાલે છે એટલે જ તો શરદ પવારને `તુમ્હારા દાભોલકર જૈસા હાલ કરેંગે` અને સંજય રાઉતને `સરકાર કે ખિલાફ બોલના બંદ કરો નહીં તો જાન સે માર દેંગે` જેવી ખુલ્લી ધમકીઓ આપવમાં આવી રહી છે."

devendra fadnavis sharad pawar sanjay raut uddhav thackeray shiv sena Mumbai mumbai news maharashtra