આનંદો! પેટ્રોલ અને ડીઝલના ભાવ થશે ઓછા: શિંદે સરકારનો નિર્ણય આ તારીખથી થશે લાગુ

28 June, 2024 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Interim Budget 2024: મહાયુતિ સરકારનો આ નિર્ણય માત્ર મુંબઇ મહાનગર વિસ્તારમાં લાગુ થશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થવાની આશા છે. તે પહેલાં રાજ્યમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની (Maharashtra Interim Budget 2024) હેઠળની સરકાર તરફથી સામાન્ય જનતા માટે બજેટ રજૂ કરી અનેક જાહેરાતો કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે આજે વિધાનમંડળમાં બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મુંબઇ મહાનગર વિસ્તારમાં ઇંધણ (પેટ્રોલ અને ડીઝલ) પર વેલ્યૂ એડેડ ટૅક્સ (VAT)માં શુક્રવારે ઘટાડો કરવાની પણ જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયથી મુંબઈમાં પેટ્રોલ 65 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 2.60 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઈ જશે. મહાયુતિ સરકાર (બીજેપી, શિવસેના શિંદે જૂથ અને એનસીપી અજિત પવાર જૂથ) એ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરીને વાહન ચાલકો સહિત લોકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. આ નિર્ણય હકીકતમાં આખા રાજ્યમાં વેટને એકસરખો બનાવવા માટે પગલું ભરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના મહત્ત્વપૂર્ણ અને મોટા શહેરો જેમ કે મુંબઇ, થાણે અને નવી મુંબઇમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થવાના છે. પેટ્રોલના રેટમાં 65 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના રેટમાં બે રૂપિયા સાત પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય નાગરિકોને મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Interim Budget 2024) નિર્ણયથી અમુક પ્રમાણમાં રાહત મળી છે. આ નિર્ણય રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પ લાગેલા વેટ ટૅક્સને એકસરખો કરવા માટે લેવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે બિઝનેસ ટેક્સ અને સ્ટામ્પ ડ્યૂટી અંગે પણ લવચીક જોગવાઇ આપવાની જાહેરાત કરી છે. બધા સામાન્ય નાગરિકો અને વાહન માલિકોની નજર હવે અજિત પવારની જાહેરાતના અમલ પર લાગી છે.

રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ટૅક્સની (Maharashtra Interim Budget 2024) એક સરખો કરવા માટે બૃહન્મુંબઇ, થાણે અને નવી મુંબઇના મહાનગર પાલિકા વિસ્તારોમાં ડીઝલ પર હાલના કરને 24 ટકામાંથી ઘટાડીને 21 ટકા કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ બદલાવના કારણે આ દરેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલની કિંમત લગભગ 65 પૈસા અને ડીઝલની કિંમત લગભગ 2 રૂપિયા 7 પૈસા પ્રતિ લીટરથી ઓછી થઈ જશે. જેને લીધે સામાન્ય નાગરિકો સાહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રને પણ રાહત મળશે.

ઉલ્લેખનીય બાબત એ છે કે મહાયુતિ સરકારનો આ નિર્ણય માત્ર મુંબઇ મહાનગર વિસ્તારમાં લાગુ થશે. આ પગલાથી રાજ્યની સરકારી તિજોરી પર 200 કરોડ રૂપિયાનું ભારણ પડશે. જાહેરાત પછી પત્રકારો સાથે વાતચીતમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે “બજેટમાં વેટમાં (Maharashtra Interim Budget 2024) ઘટાડાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદની તરફથી બજેટ પાસ થયા પછી આ નિર્ણય એક જુલાઇથી મુંબઈ અને આસપાસના શહેરોમાં લાગુ કરવામાં આવશે.

oil prices maharashtra news vidhan bhavan Rajya Sabha bharatiya janata party shiv sena eknath shinde ajit pawar mumbai news thane navi mumbai