ચંદ્રકાન્ત પાટિલ પર ફેંકવામાં આવી શાહી, કેમ વિવાદોમાં સપડાયા શિંદેના મંત્રી?

12 December, 2022 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચંદ્રકાન્ત પાટિલ (Chandrakant Patil) જ્યારે એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા ત્યારે એકાએક તેમના પર એક વ્યક્તિએ શાહી (Ink) ફેંકી દીધી હતી. હાલ પોલીસે (Police Arrested) આરોપી વ્યક્તિને પોતાની અટકમાં લીધા છે.

ચંદ્રકાન્ત પાટિલ (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રના (Maharashtra) બીજેપી (BJP)  પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલના કેબિનેટ મંત્રી (Cabinate Leader) ચંદ્રકાન્ત પાટીલ (Chandrakant Patil) પર પુણેના (Pune) પિંપરી-ચિંચવડ (Pimpari-Chinchwad) વિસ્તારમાં શાહી (Ink) ફેંકવામાં આવી. ચંદ્રકાન્ત પાટિલ (Chandrakant Patil) જ્યારે એક કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા ત્યારે એકાએક તેમના પર એક વ્યક્તિએ શાહી (Ink) ફેંકી દીધી હતી. હાલ પોલીસે (Police Arrested) આરોપી વ્યક્તિને પોતાની અટકમાં લીધા છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે રાજ્યના એક મંત્રી પર કોઈ વ્યક્તિ આ રીતે શાહી કેમ ફેંકશે.

હકિકતે ચંદ્રકાન્ત પાટિલે આ નિવેદન આપ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર, કર્મવીર ભાઉરાવ પાટીલ, (બહુજનો માટે સ્કૂલ ખોલનારા), મહાત્મા જ્યોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફુલેએ ભીખ માગીને શાળાઓ શરૂ કરી હતી. પાટિલનું આ નિવેદન તેમને માટે અને તેમની પાર્ટી માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યું છે. પાટિલના આ નિવેદન બાદ મહારાષ્ટ્ર (Maharashtra)ની વિપક્ષી પાર્ટીઓએ તેમના પર અને બીજેપી પર નિશાનો સાધ્યો છે. વિપક્ષ પર નિશાનો સાધતા ચંદ્રકાન્ત પાટિલે કહ્યું જો મારી વાતથી કોઈને ઠેસ પહોંચી છે તો હું માફી માગવામાં શરમ નહીં અનુભવું કારણકે મારું મન તમારી જેમ નાનું નથી.

ચંદ્રકાન્ત પાટિલ અહીં અતક્યા નહીં તેમણે પોતાની વાત સાબિત કરવા માટે વધુ એક ઉદાહરણ આપીને નવો વિવાદ ખડો કર્યો. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ભીખનો અર્થ જે રીતે ગણેશોત્સવ કે કોઈ અન્ય તહેવાર પર લોકો પાસે ચંદો માગવો. પાટિલના આ નિવેદન પછી એ પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આખરે ભીખ અને ચંદો માગવામાં કોઈ ફેર છે કે નહીં. ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે મારી ઉપર પોતાના હાથ શેકનારાઓએ બાબાસાહેબ આંબેડકરનું (Baba Saheb Ambedkar) અપમાન કર્યું છે.

શું છે આખી ઘટના
મહારાષ્ટ્ર બીજેપી નેતા અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ચંદ્રકાન્ત પાટીલે શુક્રવારે સ્કૂલના અનુદાનના કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફુલે, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને કર્મવીર ભાઉરાવ પાટીલ જેવા મહાન લોકોએ પણ સ્કૂલ શરૂ કરવા માટે લોકો પાસે ભીખ માગવી પડી હતી, કારણકે ત્યારે સરકાર સ્કૂલને અનુદાન આપતી નહોતી. મહાપુરુષો દ્વારા શાળા શરૂ કરવા માટે લોકો પાસે ભીખ માગવાના તેમના તે નિવેદનને વિપક્ષે મહાપુરુષોનું અપમાન ગણાવ્યું છે. વિપક્ષનો આરોપ છે કે આ મહાપુરુષોએ ક્યારેય કોઈની પાસે ભીખ નથી માગી, પણ સમાજના ઉત્થાન માટે જનસહયોગનો આશરો લીધી.

આ પણ વાંચો : બાબાસાહેબ આંબેડકરને લઈને ચંદ્રકાંત પાટિલની ટિપ્પણી થકી મહારાષ્ટ્રમાં વિવાદ

કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળેએ એક નિવેદન જાહેર કરીને ચંદ્રકાન્ત પાટીલના આ નિવેદનની નિંદા કરી છે. પટોલેએ પ્રશ્ન કર્યો કે, "શું બીજેપીના મંત્રી ચંદ્રકાન્ત પાટિલને `ભીખ` અને `લોકો પાસેથી ચંદો અને દાન` લેવા વચ્ચેનો ફરક ખબર નથી?" તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ વિશે આપવામાં આવેલા નિવેદન પર પણ બીજેપીના કોઈપણ નેતાએ અત્યાર સુધી માફી નથી માગી.

આ પણ વાંચો : શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો: રાજ્યપાલે અમિત શાહને લખ્યો પત્ર

mumbai news maharashtra babasaheb ambedkar bharatiya janata party eknath shinde pune news pune