દસમા અને બારમાના સ્ટુડન્ટ્સ માટે હેલ્પલાઇન

18 February, 2023 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેબ્રુઆરી ૧૫થી સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી આ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. 

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : મુંબઈ ડિવિઝનલ બોર્ડના ડિવિઝનલ સેક્રેટરી ડૉક્ટર સુભાષ બોરસેએ જણાવ્યું હતું કે આગામી એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષામાં સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સની શંકાનું સમાધાન કરવા તેમ જ સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ કરવા માટે મુંબઈ વિભાગમાં કન્ટ્રોલ રૂમ અને હેલ્પલાઇન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 
ફેબ્રુઆરી ૧૫થી સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી આ હેલ્પલાઇન શરૂ કરાઈ છે. 
સ્ટુડન્ટ્સને બોર્ડની પરીક્ષા સંબંધી બાબતોમાં સલાહ આપવા માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા કાઉન્સેલર દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. 
હેલ્પલાઇનના નંબરો આ મુજબ છે : ૦૨૨-૨૭૮૯૩૭૫૬ અને ૦૨૨-૨૭૮૮૧૦૭૫.
સ્ટુડન્ટ્સને માર્ગદર્શન આપવા માટે નિયુક્ત કરાયેલા પ્રતિનિધિઓ આ મુજબ છે : ડૉક્ટર જ્યોતિ પરિહાર, જૉઇન્ટ સેક્રેટરી (ફોન-નંબર : ૭૭૫૭૦ ૮૯૦૮૭), ગીતા તોરાસકર, સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ અને સિનિયર સેક્રેટરી (ફોન-નંબર : ૭૦૨૧૩ ૨૫૮૭૯), સુપ્રિયા મોરે, સિનિયર સુપરિટેન્ડેન્ટ (ફોન-નંબર : ૯૮૧૯૧૩૬૧૯૯) અને સુવર્ણા તારી, સુપરિટેન્ડેન્ટ (ફોન-નંબર : ૯૯૮૭૧૭૪૨૨૭). 

mumbai news maharashtra Education