Maharashtra:ત્ર્યંબકેશ્વર મંદિરમાં બીજા ધર્મના લોકો પરાણે ઘુસ્યા, સરકારે તપાસનો આદેશ આપ્યો

16 May, 2023 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર(Maharashtra)ના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિર (Trimbakeshwar Temple)માં ભૂતકાળમાં કેટલાક લોકોના ટોળાએ બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે.

ત્ર્યંબકેશ્વર મંદિર

મહારાષ્ટ્ર(Maharashtra)ના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિર (Trimbakeshwar Temple)માં ભૂતકાળમાં કેટલાક લોકોના ટોળાએ બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર(Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ના આદેશ પર SITની રચના કરવામાં આવી છે. નોંધનીય છે કે ગયા વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

મામલો શું છે
મહારાષ્ટ્રના નાસિકમાં શનિવારે અન્ય ધર્મના લોકોના જૂથે બળજબરીથી ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મંદિરના સુરક્ષાકર્મીઓની તત્પરતાના કારણે તે સફળ થઈ શક્યો નહોતો. અહીં નોંધવું રહ્યું કે મંદિર પ્રબંધન સમિતિ તરફથી નિર્દેશ છે કે હિંદુઓ સિવાય કોઈ પણ ધર્મના લોકો મંદિરમાં પ્રવેશ ન કરી શકે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને કરોડો લોકો આ મંદિરમાં આસ્થા ધરાવે છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો: `આ શું મજાક છે` ફોર્મમાં બ્રિટિશ PM આવાસનું સરનામું જોઈ સુધા મુર્તિ પર અકળાયા અધિકારી

આ ઘટના ગયા વર્ષે પણ બની હતી
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી ઘટના બની હતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે SIT માત્ર વર્તમાન ઘટનાની જ નહીં પરંતુ ગયા વર્ષે આ જ મંદિરમાં બનેલી ઘટનાની પણ તપાસ કરશે. ADG રેન્કના અધિકારી આ વિશેષ તપાસ સમિતિનું નેતૃત્વ કરશે.

આ ઘટનામાં કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્યની શોધ ચાલી રહી છે. મંદિર સમિતિએ આપેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે 10-12 લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસ્યા અને સમાધિની જેમ ત્યાં લીલી ચાદર અને ફૂલ ચઢાવવાનો પ્રયાસ કર્યો. લગભગ અડધા કલાક સુધી હંગામો ચાલ્યો હતો. આરોપીએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

mumbai news maharashtra devendra fadnavis