રાજ્ય સરકારે ૩૩,૭૮૮ કરોડ રૂપિયાની પુરવણી માગ વિધાનસભામાં રજૂ કરી

17 December, 2024 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું બનાવવા માટે ૩૬ કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ

ગઈ કાલે શિયાળુ સત્રના પહેલા જ દિવસે દેવેન્દ્ર ફડણવીસ સરકારે ૩૩,૭૮૮ કરોડ રૂપિયાની પુરવણી માગ વિધાનસભામાં રજૂ કરી હતી, જેમાંથી સરકારને ૧૪૦૦ કરોડ રૂપિયા લાડકી બહિણ યોજના માટે જોઈએ છે. આ વર્ષે બજેટમાં જેટલા રૂપિયાનું પ્રોવિઝન કરવામાં આવ્યું હતું એના ઉપર આ રૂપિયાની જરૂર પડી છે. બજેટમાં લાડકી બહિણ યોજના માટે ૪૬,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ સિવાય માલવણ તાલુકાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું બનાવવા માટે ૩૬ કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે. ખેડૂતોને મફત વીજળી આપી શકાય એ માટે મુખ્યમંત્રી બળીરાજા સ્કીમ હેઠળ ૩૦૫૦ કરોડ રૂપિયાની માગ કરવામાં આવી છે. 

mumbai news mumbai devendra fadnavis maharashtra news maharashtra political crisis