01 May, 2023 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
આજે એટલે કે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે મહારાષ્ટ્રના સ્થાપના દિવસ (Maharashtra Foundation Day) પર રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમની સમૃદ્ધિ અને પ્રગતિની કામના કરી હતી. સાથે જ આ ખાસ અવસર પર રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)એ પણ શુભેચ્છા પાઠવી છે.
આજે, વડાપ્રધાને આ સંદર્ભમાં ટ્વીટ કરી લખ્યું કે, “મહારાષ્ટ્ર દિવસની શુભેચ્છાઓ. રાજ્ય એક મહાન સંસ્કૃતિ ધરાવે છે અને અહીંના લોકો મહેનતુ છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય પ્રગતિને સમૃદ્ધ બનાવી છે. હું આવનારા વર્ષોમાં મહારાષ્ટ્રની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.” તેમણે મરાઠી ભાષામાં લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
મહારાષ્ટ્રના રાજ્યપાલે આજે રાજ્યપાલ રમેશ બૈસે મહારાષ્ટ્ર સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને પરેડનું નિરીક્ષણ કર્યું. આ સાથે આજે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મુંબઈમાં 63માં મહારાષ્ટ્ર સ્થાપના દિવસ નિમિત્તે હુતાત્મા ચોક ખાતે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ માટે બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. નાગપુરમાં નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. મહારાષ્ટ્ર સ્થાપના દિવસ નિમિત્તે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
સૌ પ્રથમ, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરે, અરવિંદ સાવંત અને અન્યોએ 63માં મહારાષ્ટ્ર સ્થાપના દિવસ નિમિત્તે હુતાત્મા ચોક ખાતે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ માટે બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો: આજથી મુંબઈ મેટ્રો પર 25 ટકા છૂટ, જાણો કોને મળશે ડિસ્કાઉન્ટ?
નોંધનીય છે કે વર્ષ 1960માં 1 મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ રાજ્યો તરીકે અસ્તિત્વમાં આવ્યા હતા. આ પહેલા બંને રાજ્યો બોમ્બે પ્રાંતનો ભાગ હતા.