Maharashtra: પાલઘર કિનારે માછીમારીની બોટ પલટી, 15 લોકો હતા સવાર

04 January, 2023 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક વાયરલેસ સિસ્ટમ દ્વારા એક SOS મોકલવામાં આવ્યો હતો જેના પગલે નજીકની અન્ય બોટ પરના માછીમારો ત્યાં દોડી આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)કિનારે એક દુર્ઘટના ઘટી હતી. અરબી સમુદ્રમાં એક ખડક સાથે અથડાયા બાદ માછીમારીની બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ મામલે જિલ્લા અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે આસપાસની અન્ય બોટ પરના માછીમારો દ્વારા તમામ 15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે બોઈસર મુરબે ગામ નજીક બની હતી. તેમણે વધુમાં કહ્યું કે માછીમારીની બોટ `જય સાગરિકા` પાલઘર કિનારેથી 55 નોટિકલ માઈલ પર ખડક સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ તે ડૂબવા લાગી હતી.

એક વાયરલેસ સિસ્ટમ દ્વારા એક SOS મોકલવામાં આવ્યો હતો જેના પગલે નજીકની અન્ય બોટ પરના માછીમારો ત્યાં દોડી આવ્યા હતા અને દુર્ભાગ્યપૂર્ણ જહાજમાં સવાર 15 લોકોને બચાવ્યા હતા અને તેમને કિનારે લાવવામાં આવ્યાં હતાં. 

આ પણ વાંચો: આધાર બનવાના બહાને ૧૩૦ જણની ગેમ કરનારો સાડાત્રણ વર્ષે થયો અરેસ્ટ

અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે ઉમેર્યુ હતું કે, આ બોટ એક પ્રવિણ તારેની હતી, જેમણે જિલ્લા અધિકારીઓને દુર્ઘટનાની જાણ કરી હતી.

mumbai news mumbai palghar maharashtra