16 November, 2024 06:59 PM IST | Amravati | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી ફાઇલ તસવીર
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Maharashtra Elections 2024) પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે “મારી બહેને મને કહ્યું કે આ દિવસોમાં વડા પ્રધાન મોદી એ જ મુદ્દા પર બોલી રહ્યા છે જે હું ઉઠાવી રહ્યો છું. મેં તેમને લોકસભામાં કહ્યું હતું કે જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ અને અનામતની 50 ટકાની મર્યાદા દૂર કરવી જોઈએ. હવે તેઓ પોતાની ચૂંટણી રેલીઓમાં કહી રહ્યા છે કે હું અનામતની વિરુદ્ધ છું. ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિની જેમ તેઓ પણ યાદશક્તિની ખોટથી પીડિત છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન હવે કહેશે કે રાહુલ ગાંધી જાતિ ગણતરીની વિરુદ્ધ છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં એક રેલીમાં, લોકસભામાં (Maharashtra Elections 2024) વિપક્ષના નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેમની પાર્ટી બંધારણને દેશના ડીએનએ માને છે, જ્યારે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) માટે તે એક ખાલી પુસ્તક છે. બંધારણમાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે મહારાષ્ટ્રમાં જે રીતે ધારાસભ્યોની ખરીદી અને વેચાણ કરીને સરકારોને નીચે લાવી શકાય છે. તેમાં એવું પણ લખ્યું નથી કે મોટા ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી શકાય.
રાહુલે કહ્યું કે મારી બહેન મને કહેતી હતી કે તેણે મોદીજીનું ભાષણ (Maharashtra Elections 2024) સાંભળ્યું છે અને તે ભાષણમાં આપણે જે પણ બોલીએ છીએ, મોદીજી આજકાલ તે જ કહી રહ્યા છે. મને ખબર નથી, કદાચ તેમણે તેમની યાદશક્તિ ગુમાવી દીધી છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જો બાઇડન ભૂલી જતા હતા. તેમને પાછળથી યાદ કરાવવું પડ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિ આવ્યા ત્યાતે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવ્યા છે. તેમણે તેમની યાદશક્તિ ગુમાવી દીધી હતી. બસ એ જ રીતે, આપણા વડા પ્રધાને પણ તેમની યાદશક્તિ ગુમાવી દીધી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી અને ભાજપના (Maharashtra Elections 2024) લોકો બંધ રૂમમાં બંધારણની હત્યા કરે છે. જ્યારે અદાણી, અમિત શાહ અને ભાજપના લોકો મહારાષ્ટ્ર સરકારને ચોરવા સભામાં બેઠા હતા ત્યારે શું તેઓ બંધારણની રક્ષા કરી રહ્યા હતા? આજે આખું મહારાષ્ટ્ર જાણે છે કે તે સરકાર ધારાવીને કારણે ચોરાઈ ગઈ હતી. કારણ કે ભાજપ-નરેન્દ્ર મોદી ધારાવીની જમીન તેમના મિત્ર અદાણીને આપવા માગતા હતા.
કૉંગ્રેસ નેતાએ (Maharashtra Elections 2024) દાવો કર્યો હતો કે “હું દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના અધિકારો માટે ઉભો હોવા છતાં વિપક્ષોએ મારી છબી ખરાબ કરવા અને મને બદનામ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અને નોટબંધી ખેડૂતો અને નાના ઉદ્યોગોને બરબાદ કરવાના હથિયાર છે. બેરોજગારી વધી રહી છે અને તેના કારણે સમાજમાં નફરત ફેલાઈ રહી છે. તેમણે કહ્યું કે હું મોદીજીને કહેવા માગુ છું કે તમને ઉદ્યોગપતિઓએ વડા પ્રધાન તરીકે પસંદ કર્યા નથી, દેશની જનતાએ તમને પસંદ કર્યા છે. ઉદ્યોગપતિઓએ તેમને પ્રોત્સાહન આપ્યું છે તે સાચું છે.