20 November, 2024 12:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપ્રિયા સૂળે અને નાના પટોલે (ફાઇલ તસવીર)
હવે ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની (Maharashtra Elections 2024) ચુંટણી માટે 288 બેઠકો પર મતદાન થવાનું છે. રાજ્યમાં મતદાન માટે માત્ર અમુક કલાકો બાકી રહેતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજકીય પક્ષોના અનેક નેતાઓ દ્વારા કેટલાક ગેરપ્રકાર થયા હોવાનું સામે આવ્યું છે. આ બધા વચ્ચે શરદ પવારના આગેવાની હેઠળની એનસીપીના નેતા સુપ્રિયા સૂળે અને કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના નામે પણ નવો ‘બિટકૉઇન બૉમ્બ’ ફૂટયો છે. એવો આરોપ કરવામાં આવી રહ્યો છે કે બન્નેએ ક્રિપ્ટોના પૈસાનો ચુંટણી માટે ઉપયોગ કર્યો હતો.
ભૂતપૂર્વ IPS અધિકારી રવિન્દ્રનાથ પાટીલ, જેમણે શરદ પવારની (Maharashtra Elections 2024) આગેવાની હેઠળની એનસીપીના નેતા સુપ્રિયા સૂળે અને કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલે સામે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ 2024ની વિધાનસભા ચૂંટણીમાં કરવાનો આરોપ કર્યો છે તેમણે કહ્યું હતું કે સૂળે અને પટોલે બંનેએ ચૂંટણીમાં ભંડોળ માટે બિટકૉઇન રોકડનો ઉપયોગ કર્યો હતો.
દેશના એક જાણીતા ટીવી ન્યૂઝ ચૅનલના ચીફ ઍડિટર સાથે વાત કરતા IPS ઑફિસર રવિન્દ્રનાથ પાટીલે ખુલાસો કર્યો કે તેમની પાસે સુપ્રિયા સૂળેની ઘણી વૉઇસ નોટ્સ છે જેમાં તે સાયબરની એક વ્યક્તિ અને પુણેના ભૂતપૂર્વ કમિશનર અમિતાભ ગુપ્તાને બિટકૉઇન (Maharashtra Elections 2024) રોકડને ફંડમાં કન્વર્ટ કરવા માટે સૂચનાઓ આપી રહ્યા હતા. રવિન્દ્રનાથ પાટીલે કહ્યું કે તેમની પાસે કથિત 11-12 વોઈસ નોટ્સ છે જેમાં થી 3 કથિત રૂપે સુપ્રિયા સૂળેની છે જેમાં તે સ્પષ્ટપણે બિટકૉઇનની રોકડ રકમને ફંડમાં કન્વર્ટ કરવાની સૂચના આપી રહ્યા છે અને કહે છે કે ચૂંટણી નજીક આવી રહી છે, તેમને પૈસાની જરૂર છે. પાટીલે એવો પણ દાવો કર્યો છે કે તેમની પાસે પુણેના ભૂતપૂર્વ કમિશનર અમિતાભ ગુપ્તાની વૉઇસ નોટ્સ પણ છે.
આ ‘બિટકૉઇન બૉમ્બ’ ફુટ્યા બાદ એનસીપી નેતા અને શરદ પવારની દીકરી સુપ્રિયા સૂળેએ (Maharashtra Elections 2024) આરોપોને ફગાવી કાઢ્યા છે અને ચૂંટણી પંચને આ મામલે તેમની છબી ખરાબ કરવાનો આરોપ પણ કર્યો છે. સુપ્રિયા સૂળેએ આ આરોપો સામે ચૂંટણી પંચને ફરિયાદ પત્ર લખ્યો છે. સુપ્રિયા સૂળે વતી તેમના વકીલે પત્રમાં જણાવ્યું હતું કે સુપ્રિયા સૂળે વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવનારા પુણેના પૂર્વ IPS અધિકારીઓ રવિન્દ્રનાથ પાટીલ અને ગૌરવ મહેતા વિરુદ્ધ સાયબર છેતરપિંડીની ફરિયાદ તાત્કાલિક દાખલ થવી જોઈએ.
આ સાથે સૂળેએ ટ્વિટ કર્યું કે “મતદાનના દિવસની એક રાત પહેલા, ન્યાયી મતદારો સાથે છેડછાડ કરવા અને ખોટી માહિતી ફેલાવવાની જાણીતી યુક્તિઓનો આશરો લેવામાં આવી રહ્યો છે. અમે માનનીય ECI અને (Maharashtra Elections 2024) સાયબર ક્રાઈમ વિભાગને બિટકૉઇનના ગેરઉપયોગના બનાવટી આરોપો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. તેની પાછળનો ઈરાદો અને દૂષિત કલાકારો પૂરતા પ્રમાણમાં સ્પષ્ટ છે, ભારતના બંધારણ દ્વારા સંચાલિત સ્વસ્થ લોકશાહીમાં આવી પ્રથાઓ થઈ રહી છે તેની નિંદા કરવા યોગ્ય છે.”