રાજ ઠાકરે દ્વારા મનસેનો મેનિફેસ્ટો લૉન્ચ, રાજ્ય-લોકો માટે છે આ ખાસ વાતોનો ઉલ્લેખ

15 November, 2024 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Elections 2024: રાજ ઠાકરેએ ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. મનસેના આ મેનિફેસ્ટોમાં મૂળભૂત જરૂરિયાતોમાંથી મરાઠી ઓળખના મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

રાજ ઠાકરે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચુંટણી 2024 (Maharashtra Elections 2024) યોજવાની છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ચુંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તેમના પ્રચાર સાથે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. મહાયુતિ (ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર) અને મહા વિકાસ આઘાડી (કૉંગ્રેસ, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ) દ્વારા તેમનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે આજે રાજયમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે) દ્વારા મેનિફેસ્ટો લૉન્ચ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં એક પત્રકાર પરિષદ યોજીને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ (Maharashtra Elections 2024) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે તેમના પક્ષનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. મનસે દ્વારા તેમના મેનિફેસ્ટોને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

રાજ ઠાકરેએ ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. મનસેના આ મેનિફેસ્ટોમાં મૂળભૂત જરૂરિયાતોમાંથી મરાઠી ઓળખના મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. `વી વિલ ડુ ઇટ` નામની મેનિફેસ્ટો પુસ્તિકાનું મનસે (Maharashtra Elections 2024) અધ્યક્ષ રાજ ઠાકરે દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તેમણે "અમે તે કર્યું" પુસ્તિકામાં તેમના કાર્યોની સમીક્ષા કરી છે. રાજ ઠાકરેએ ચાર ભાગમાં મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેમાંથી, પહેલા ભાગમાં મૂળભૂત જરૂરિયાતો, જીવનની ગુણવત્તા, પર્યાપ્ત ખોરાક, પીવાનું પાણી, કાયદો અને વ્યવસ્થા, મહિલા સુરક્ષા, રમતગમત, બાળ સંભાળ, પ્રાથમિક શિક્ષણ અને રોજગારનો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મનસેના મેનિફેસ્ટોના બીજા ભાગમાં સંદેશાવ્યવહાર, પાવર, વોટર પ્લાનિંગ, સમગ્ર મહારાષ્ટ્રમાં શહેરોનું નેટવર્કિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ફોરેસ્ટ્રી, ઓપન સ્પેસ, પર્યાવરણ અને જૈવવિવિધતા વગેરેની સુવિધા પૂરી પાડવાનો ઉલ્લેખ છે. તે બાદ ત્રીજા ભાગમાં રાજ્યની ઔદ્યોગિક નીતિ, વેપાર નીતિ, વહીવટ અને ઔદ્યોગિક નિયંત્રણ, કૃષિ, પ્રવાસન અને વ્યવસાયિક શિક્ષણને વધુ મજબૂત કરવા બાબતે માહિતી આપવામાં આવી છે અને છેલ્લે ચોથા ભાગમાં મરાઠી (Maharashtra Elections 2024) ભાષાને ઓળખ, મરાઠી ભાષાનો પ્રચાર, રોજિંદા ઉપયોગમાં મરાઠી, વ્યવહારમાં મરાઠી, વૈશ્વિક વ્યાપાર પર ડિજિટલ વર્લ્ડમાં મરાઠી, રાજ્યના કિલ્લાઓનું સંરક્ષણ અને પરંપરાગત રમતો વગરેની સમાવેશ છે.

મેનિફેસ્ટો લૉન્ચ કર્યા પહેલા પત્રકાર પરિષદમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઊભા થયેલા વિવાદોને લઈને પણ વાત કરી હતી. આ બધા વચ્ચે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની 17 નવેમ્બરે મુંબઈના શિવાજી પાર્ક (Maharashtra Elections 2024) ખાતેની સભા રદ કરવામાં આવી હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે. તેમની આ સભા પરવાનગીના અભાવે બેઠક રદ કરવામાં આવી હતી. રાજ ઠાકરેએ આ અંગે પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું કે મુંબઈમાં સભા માટે પરવાનગી મળી નથી. મને ખબર નથી કે રાજકારણ છે કે નહીં અને દોઢ દિવસમાં સભાની તૈયારી કરવી શક્ય નથી. તેથી, અમે શિવાજી પાર્કમાં સભા નહીં યોજીએ.`

maharashtra assembly election 2024 raj thackeray maharashtra navnirman sena mumbai news mumbai political news