ડોમ્બિવલીમાં ભાજપ ગુજરાતી સેલના પ્રમુખ પર હુમલો અને ઑફિસની તોડફોડ, તપાસ શરૂ

16 November, 2024 08:58 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Elections 2024: આ ઘટના ઑફિસમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ બન્ને આરોપીઓ ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ ઉપાધ્યાયના ઑફિસમાં પ્રવેશ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી (Maharashtra Elections 2024) યોજાવાની છે. આ ચૂંટણીને પગલે રાજ્યમાં સુરક્ષાને લઈને અનેક પગલાં લેવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં અનેક ઠેકાણે રાજકીય પક્ષના અનેક મોટા નેતાઓની રેલી અને સભા શરૂ છે. આ બધા વચ્ચે મુંબઈ નજીક આવેલા થાણે શહેરના ડોમ્બિવલી શહેરમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના એક નેતાના કાર્યાલયમાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેના આધારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

ડોમ્બિવલીના વિષ્ણુ નગર પોલીસે શહેરના બીજેપીના (Maharashtra Elections 2024) ગુજરાતી સેલના પ્રમુખ અને સોશિયલ મીડિયા હેડ જુગલ ઉપાધ્યાયના ખાનગી કાર્યાલયમાં કથિત રીતે તોડફોડ કરવા અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવા બદલ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ઘટના ઑફિસમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ બન્ને આરોપીઓ ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ ઉપાધ્યાયના ઑફિસમાં પ્રવેશ્યા હતા. તેઓએ ઉપાધ્યાયને નામ પૂછ્યું અને ત્યારબાદ ઉગ્ર દલીલ શરૂ કરી હતી.

તેઓએ ઑફિસમાં તોડફોડ કરી અને ઉપાધ્યાય પર ખુરશીઓ ફેંકવાનો પ્રયાસ કર્યો. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક (Maharashtra Elections 2024) સંજય પવારે જણાવ્યું હતું કે, “આરોપીઓએ તેમના સમુદાયને લગતી પોસ્ટ અપલોડ કરવા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો હતો” પરંતુ આ પોસ્ટ કયા બાબતે કરવામાં આવી હતી તે અંગે વધુ વિગતો ઉપલબ્ધ થઈ નથી. તેમ જ આરોપીઓના નામ પણ પોલીસે જાહેર કર્યા નથી.

અનેક મોટા નેતાઓની પણ કરવામાં આવી કરવામાં આવી હતી હત્યા

આ સાથે ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિને બાન્દ્રામાં બાબા સિદ્દીકીની હત્યા (Maharashtra Elections 2024) કરવામાં આવી હતી જે મામલે પોલીસે અત્યારસુધી 24 લોકોની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે, પંજાબની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) સાથે સંકલન કરીને, બાબા સિદ્દીક હત્યા કેસના સંબંધમાં શનિવારે અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આરોપી આકાશદીપ કરજસિંહ ગિલની ધરપકડ કરવામાં આવી હતી.

22 વર્ષીય યુવક ફાઝિલ્કા તહસીલના પક્કા ચિસ્તી ગામનો રહેવાસી છે. તેના પર ભારતીય ન્યાય સંહિતા (BNS), આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Elections 2024) એક્ટ (MPA)ની વિવિધ કલમો હેઠળ અનેક આરોપો માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાબા સિદ્દીક હત્યા કેસના સંબંધમાં આગળની કાનૂની કાર્યવાહી માટે ગિલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. "તેણે શૂટિંગમાં લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. તેને ત્યાં ફાઝિલ્કા તહસીલમાંથી પકડવામાં આવ્યો હતો. વધુ કાનૂની કાર્યવાહી માટે ગિલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવી રહ્યો છે," એક અધિકારીએ માહિતી આપી.

maharashtra assembly election 2024 dombivli gujarati community news bharatiya janata party political news baba siddique mumbai crime news