Maharashtra : NCPના ભૂતપૂર્વ સાંસદ ઇડીની ઝપેટમાં, રૂ. 315 કરોડની મિલકત જપ્ત

15 October, 2023 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મની લોન્ડરિંગ કેસમાં NCPના ભૂતપૂર્વ સાંસદની રૂ. 315 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. એનસીપીના પૂર્વ રાજ્યસભા સાંસદ ઈશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણીની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પ્રતીકાત્મક તસવીર

Maharashtra : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં NCPના ભૂતપૂર્વ સાંસદની રૂ. 315 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDએ અલગ-અલગ શહેરોમાં સ્થિત 70 પ્રોપર્ટી જપ્ત કરી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ મામલો બેંક ફ્રોડ સાથે જોડાયેલો છે. EDએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એનસીપીના પૂર્વ રાજ્યસભા સાંસદ ઈશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણીની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

લાલવાણી એ રાજમલ લખીચંદ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ, આરએલ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ અને મનરાજ જ્વેલર્સ અને અન્યના પ્રમોટર છે. EDએ મહારાષ્ટ્ર (Maharashtra)ના જલગાંવ, મુંબઈ, થાણે, સિલોડ અને કચ્છમાં આવેલી લાલવાણી અને તેની કંપનીઓની મિલકતો જપ્ત કરી લીધી છે. જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે તેમાં મોટેભાગે ભારતીય ચલણ સાથે સોના અને ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. જેની કુલ કિંમત અંદાજિત 315 કરોડ રૂપિયા કહેવામાં આવે છે. આ સાથે અનેક બેનામી પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી છે.

આ સાથે જ CBIએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કેસમાં ત્રણ FIR નોંધી છે. સીબીઆઈએ એવો પણ આરોપ લગાડ્યો છે કે આ કંપનીઓના પ્રમોટરોની અનિયમિતતાઓને કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને 352 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સાથે જ EDએ અન્ય આરોપ મૂકતાં જણાવ્યું છે કે પ્રમોટર્સે નકલી નાણાકીય દસ્તાવેજોની મદદથી લોન લીધી હતી અને એકાઉન્ટ્સમાં ફેરફાર કર્યો હતો. આરોપીઓએ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં પણ પૈસા રોક્યા હતા. ઈડીએ ઓગસ્ટ મહિનામાં પણ આ કેસને લઈને દરોડા પાડ્યા હતા.

EDએ આરોપ લગાવ્યો હતો કે જપ્ત કરાયેલી મિલકતોમાં પ્રમોટર્સ ઈશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી, મનીષ ઈશ્વરલાલ જૈન લાલવાણી અને અન્યો દ્વારા ખરીદવામાં આવેલી બેનામી મિલકતોનો પણ સમાવેશ થાય છે. આ પીએમએલએ કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ એફઆઈઆર સાથે સંબંધિત છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કંપનીઓ અને તેમના ડિરેક્ટર્સ/પ્રમોટર્સે ભારતીય સ્ટેટ બેંકને 352.49 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડ્યું છે.

ED દ્વારા એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે પ્રમોટર્સે આવી લોન મેળવવા માટે બનાવટી નાણાકીય દસવેજો તૈયાર કરીને ખોટી માહિતી આપી હતી. આ સાથે  જ ઇડીએ તો ઓગસ્ટ મહિનામાં પણ આ કેસ અંગે દરોડા પાડ્યા હતા. ત્યારપછી EDએ દાવો કર્યો હતો કે મુખ્ય હોલ્ડિંગ કંપની રાજમલ લખીચંદ જલગાંવ પાર્ટનરશિપ કંપનીના ખાતાના ચોપડામાં નકલી વેચાણ-ખરીદી વ્યવહારો જેવી અનેક વિસંગતતાઓ મળી આવી હતી.

આમ ED એ 315 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. મહારાષ્ટ્ર (Maharashtra) NCPના ભૂતપૂર્વ સાંસદ સાથે સંબંધિત કેસમાં 315 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાંસદ ઈશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી સાથે સંબંધિત કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે.

maharashtra news nationalist congress party directorate of enforcement central bureau of investigation mumbai news mumbai