midday

રત્નાગિરિમાં ટ્રેઇની નર્સ પર રિક્ષા-ડ્રાઇવર દ્વારા બળાત્કાર

28 August, 2024 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિક્ષા-ડ્રાઇવર તેને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કલકત્તામાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના હજી તાજી જ છે ત્યારે હવે રત્નાગિરિમાં રિક્ષા-ડ્રાઇવરે ટ્રેઇની નર્સ પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્રેઇની નર્સે ઘરે જવા રિક્ષા લીધી હતી. રિક્ષા-ડ્રાઇવરે તેને પાણી પીવા આપ્યું હતું, જેમાં પહેલેથી જ ઘેનની દવા ભેળવેલી હતી. એ પાણી પીધા બાદ ટ્રેઇની નર્સ બેહોશ થઈ ગઈ હતી.

રિક્ષા-ડ્રાઇવર તેને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. નર્સને હોશ આવ્યું ત્યારે તેને બળાત્કાર થયો હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેણે ફોન કરીને પરિવારને જાણ કરી હતી. એ પછી તેમણે પોલીસમાં આ સંદર્ભે ફર્સ્ટ ઇન્ફર્મેન્શન રિપોર્ટ દાખલ કરાવ્યો હતો. પોલીસ એ વિસ્તારના ક્લોઝ્​ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે રિક્ષાવાળાને શોધવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે પીડિતાને સરકારી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

રત્નાગિરિમાં આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રાતના જ લોકોએ રસ્તા પર ઊતરીને રસ્તારોકો આંદોલન કર્યું હતું. 

ratnagiri maharashtra news mumbai mumbai news Crime News sexual crime