25 February, 2023 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
મહારાષ્ટ્ર(Maharashtra)ના કોલ્હાપુર(Kolhapur)ના કાગલમાં એક વ્યક્તિએ તેની પત્ની અને બાળકોને નદીમાં ધકેલી દીધા હતાં. બાદમાં ફાંસી લગાવી લીધી હતી. અહેવાલો અનુસાર નદીમાં ધકેલાઈ ગયેલા લોકોમાંથી એક છોકરીને બચાવી લેવામાં આવી હતી અને આ ઘટના ગઈકાલે બપોરે અહીં ડાબી કેનાલમાં બની હતી. આ મામલે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
કોલ્હાપુરના કરવીર તાલુકામાં હસવડે ગ્રામ પંચાયતની પાછળ રહેતા 36 વર્ષીય સંદીપ અન્નાસો પાટીલના પરિવારમાં પત્ની, પુત્ર અને એક પુત્રી છે. સંદીપનો સાઉન્ડ સિસ્ટમનો બિઝનેસ છે. સંદીપ પાટીલ ગઈકાલે બપોરે કાગલ ફાઈવ સ્ટાર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ડાબી કેનાલમાં તેની પત્ની રાજશ્રી પાટીલ ઉંમર 32, પુત્ર સમિત ઉમર 8 વર્ષ અને પુત્રી શ્રેયા પાટીલ 14 વર્ષ સાથે આવ્યા હતા. અહીં તેણે બંને બાળકો અને તેની પત્નીને ધક્કો મારીને કેનાલમાં છોડી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ગ્રામજનોએ શ્રેયાને ઘાયલ અવસ્થામાં પાણીમાંથી બહાર આવતી જોઈ અને મદદ માટે વિનંતી કરતી જોઈ. ગ્રામજનોએ તેને બહાર કાઢી અને તરત જ તેને નગર સાંગોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી. યુવતીએ જણાવ્યું કે તેના માતા-પિતા અને ભાઈ નહેર પાસે ફરવા આવ્યા હતા, પરંતુ તેના પિતાએ તેને ધક્કો મારીને કેનાલમાં ફેંકી દીધા.
આ પણ વાંચો: Gujarat: વડોદરાના પરિવારને રસ્તામાં ભરખ્યો કાળ, અકસ્માતમાં બધાના મોત
માથામાં ગંભીર ઈજાના કારણે તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ દરમિયાન પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે જઈને બોટની મદદથી પત્ની રાજશ્રી પાટીલ અને પુત્ર સમિત પાટીલના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.