07 April, 2023 08:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોએ ફરી એકવાર પગપેસારો શરૂ કરી દીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 900થી વધારે નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે. તો આ સંક્રમણને કારણે ત્રણ દર્દીઓના મોત પણ થઈ ગયા છે. રાજ્ય સરકાર તરફથી જાહેર હેલ્થ બુલેટિન પ્રમાણે, સારવાર બાદ એક દિવસમાં 423 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારાનો દર એટલે કે રિકવરી રેટ 98.12 ટકા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 803 નવા કેસ નોંધવામાં આવ્યા હતા અને ત્રણ દર્દીઓના મોત થઈ ગયા હતા.
મુંબઈમાં કોરોનાની સ્થિતિ
તો, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી 276 નવા કેસ નોંધવામાં આવ્યા છે. બીએમસી તરફથી જાહેર બુલેટિન પ્રમાણે, મુંબઈમાં કોરોનાથી સ્વસ્થ થનારાઓનો દર 98.2 ટકા છે. એક દિવસમાં અહીં 104 દર્દીઓ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા મુંબઈમાં 1376 છે. ગુરુવારે (6 એપ્રિલ) મુંબઈમાં કોરોનાના 216 નવા કેસ નોંધવામાં આવ્યા હતા અને એક દર્દીનું મોત થયું હતું.
છેલ્લા કેટલાક દિવસના મુંબઈમાંથી નોંધાયા કોરોનાના આંકડા
5 એપ્રિલના રોજ 221 નવા દર્દી મળ્યા.
4 એપ્રિલના રોજ 218 નવા દર્દી મળ્યા.
3 એપ્રિલના રોજ 75 નવા દર્દી મળ્યા.
2 એપ્રિલના રોજ 172 નવા દર્દી મળ્યા.
1 એપ્રિલના રોજ 189 નવા દર્દી મળ્યા.
31 માર્ચે 177 નવા દર્દી મળ્યા.
30 માર્ચે 192 નવા દર્દી મળ્યા.
29 માર્ચે 139 નવા દર્દી મળ્યા.
28 માર્ચે 135 નવા દર્દી મળ્યા.
27 માર્ચે 66 નવા દર્દી મળ્યા.
26 માર્ચે 123 નવા દર્દી મળ્યા.
25 માર્ચે 105 નવા દર્દી મળ્યા.
આ પણ વાંચો : કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે આરોગ્ય પ્રધાને કરી રાજ્યો સાથે મીટિંગ, જાણો વિગત
જણાવવાનું કે કોરોનાના વધતા કેસ વચ્ચે 10 અને 11 એપ્રિલના રોજ મુંબઈની બધી નગરપાલિકા હૉસ્પિટલ, સરકારી હૉસ્પિટલ અને ખાનગી હૉસ્પિટલોમાં મૉક ડ્રિલ થશે. મુંબઈમાં મિડ ફેબ્રુઆરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. આ મૉક ડ્રિલ દ્વારા દવાઓના સ્ટૉક, બેડ, મેડિકલ સપ્લાય, ઑક્સિજન, મેનપાવર અને વેક્સિન સ્ટૉકની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે 10 અને 11 એપ્રિલના રોજ સરકારી તેમજ ખાનગી હૉસ્પિટલમાં મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવશે. બીએમસીના 15 હૉસ્પિટલ, ત્રણ સરકારી અને 35 ખાનગી હૉસ્પિટલમાં પણ મૉક ડ્રિલ થશે.