Maharashtra Politics Crisis :NCPમાં ભંગાણ બાદ કોંગ્રેસે વિરોધપક્ષના નેતા પદ પર દાવો કર્યો

04 July, 2023 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર(Maharashtra Politics Crisis)માં એનસીપી(NCP)માં ફાડ પડ્યા બાદ કોંગ્રેસે વિપક્ષના નેતા પદ પર પોતાનો દાવો દાખવ્યો છે. પાર્ટીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે મંગળવારે બેઠક પણ બોલાવી છે. અત્યાર સુધી અજિત પવાર આ પદ સંભાળી રહ્યાં હતા.

ફાઈલ ફોટો

મહારાષ્ટ્ર(Maharashtra Politics Crisis)માં એનસીપી(NCP)માં ભડકો થતાં કોંગ્રેસે વિપક્ષના નેતા પદ પર પોતાનો દાવો દાખવ્યો છે. પાર્ટીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે મંગળવારે બેઠક પણ બોલાવી છે. નોંધનીય છે કે અત્યાર સુધી અજિત પવાર (Ajit Pawar)મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાનું પદ સંભાળી રહ્યા હતા, પરંતુ અજિત પવાર સરકારમાં સામેલ થયા બાદ વિપક્ષના નેતાનું પદ ખાલી છે. એનસીપીમાં વિભાજન બાદ કોંગ્રેસ હવે રાજ્યની સૌથી મોટી વિપક્ષી પાર્ટી બની ગઈ છે, ત્યારબાદ કોંગ્રેસે આ પદ પર પોતાના નેતાને બેસાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોંગ્રેસે વિપક્ષના નેતા પદ પર દાવો કર્યો છે

મહારાષ્ટ્ર કોંગ્રેસ(Maharashtra Congress)એ મંગળવારે બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિપક્ષના નેતાના નામ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં કોંગ્રેસના સચિવ એચ.કે.પાટીલ પણ હાજર રહેશે. નોંધપાત્ર રીતે, અજિત પવાર (Ajit Pawar)શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા પછી એનસીપીએ જિતેન્દ્ર આવ્હાડને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા છે. જો કે શરદ પવારે સોમવારે કહ્યું કે વિપક્ષના નેતા પદ પર કોંગ્રેસનો દાવો સાચો છે.

કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી બની

મહારાષ્ટ્ર કોંગ્રેસ(Maharashtra Congress)ના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે એનસીપી હવે માત્ર પોતાના વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરી શકે છે. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે શરદ પવાર સાથે કેટલા ધારાસભ્યો છે તે નક્કી કર્યા પછી વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. જણાવી દઈએ કે સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી વિપક્ષી પાર્ટીને વિપક્ષના નેતાનું પદ મળે છે. એનસીપી પાસે 53 જ્યારે કોંગ્રેસ પાસે 45 ધારાસભ્યો છે. અજિત પવારના બળવા બાદ હવે NCPમાં ધારાસભ્યોની સંખ્યા ઘટીને 44 થઈ ગઈ છે. આમાંના ઘણા અજિત પવાર સાથે જશે તેવી ચર્ચા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી બની ગઈ છે. જે બાદ પાર્ટીએ પણ પોતાના નેતાને વિપક્ષના નેતા પદ પર નિયુક્ત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જ્યારથી અજિત પવાર શિંદે સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યપ્રધાન તરીકેની શપથ લીધી ત્યારથી મહારાષ્ટ્ર રાજકારણમાં ધમાસાણ મચી છે. સુપ્રિયા સુળેનું કહેવું છે તે મારા મોટા ભાઈ છે અને હંમેશાં રહેશે. જ્યારે કાકા શરદ પવાર કહી રહ્યાં છે ભત્રીજા અજિત પવારને મારા આર્શીવાદ નથી. તો બીજી તરફ જયંત પાટિલે અજિત પવાર અને 9 ધારાસભ્યોનો ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ૧૫ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો પણ બીજેપી શિવસેનાના બાકીના ધારાસભ્યો તથા એનસીપીના નેતા અજિત પવાર અને તેમના સાથીઓના ટેકાને આધારે સત્તા જાળવી શકે છે. 

maharashtra news congress nationalist congress party sharad pawar ajit pawar mumbai news