Maharashtra: આગે આગે દેખો હોતા હૈ ક્યા! સંજય રાઉતે આપ્યું મોટુ નિવેદન

03 July, 2023 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અને સાંસદ સંજય રાઉત(Sanjay Raut)એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે મહારાષ્ટ્ર(Maharashtra)ના સીએમનો ઉલ્લેખ કરી શરદ પવારને સમર્થન આપ્યું છે.

સંજય રાઉત

શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અને સાંસદ સંજય રાઉત(Sanjay Raut)એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, `હું દાવા સાથે કહી રહ્યો છું કે મહારાષ્ટ્ર (Maharashtra CM)ના સીએમ બદલાવાના છે. એકનાથ શિંદે (Eknath Shinde)થોડા દિવસોના મહેમાન છે. રાઉતે કહ્યું, `આજે ગુરુપૂર્ણિમા છે, અમારા ગુરુ બાલાસાહેબ ઠાકરે છે, અમારા ગુરુએ અમને આદર શીખવ્યો છે. શરદ પવાર કેટલાક લોકોના ગુરુ છે, પરંતુ તેમણે તેમની સાથે દગો કર્યો છે. એક તરફ બસ અકસ્માત થયો, એક તરફ લોકોની ચિતા બળી રહી હતી, તો બીજી તરફ શપથ લેવાઈ રહ્યા છે. રાજકીય ઈતિહાસમાં ગઈકાલ કાળો દિવસ છે. અમે બધા 2024ની ચૂંટણી માટે આગળ વધીશું. રાઉતે કહ્યું, `આજે UCCની પ્રથમ બેઠક છે. પહેલા ડ્રાફ્ટ આવવા દો, પછી જોઈશું. જો તે સમાજ અને રાષ્ટ્રના હિતમાં હશે તો અમે યુ.સી.સી.ની ચર્ચા કરીશું.

તે થવાનું જ હતુંઃ સંજય રાઉત
અગાઉ સંજય રાઉતે (Sanjay Raut)કહ્યું હતું કે તેઓ પહેલાથી જ જાણતા હતા કે આવું થવાનું છે. ટૂંક સમયમાં સીએમ એકનાથ શિંદે અને તેમની સાથેના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે અને થોડા દિવસોમાં મહારાષ્ટ્રને બીજા સીએમ મળશે. ભાજપ પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું હતું કે આ `ગેમ` વધુ સમય સુધી સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ મહારાષ્ટ્રના રાજકારણને `સાફ` કરવાનું કામ હાથમાં લીધું છે, `તેમને તેમની રીત અપનાવા દો`.

શરદ પવાર અને શિવસેના ઉદ્ધવ જૂથ સાથે છે

ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત(Sajay Raut)એ કહ્યું હતું કે તેમણે શરદ પવાર સાથે વાત કરી છે. તેણે કહ્યું, `હું મજબૂત છું અને અમારી પાસે જનતાનું સમર્થન છે. અમે ઉદ્ધવ ઠાકરે સાથે બધું ફરી બનાવીશું. હા, લોકો લાંબા સમય સુધી આ સહન કરશે નહીં.

નોંધનીય છે કે અજિત પવારે 2019 પછી ત્રીજી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મહારાષ્ટ્રમાં અચાનક રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાઈ ગઈ. રવિવારે સવાર સુધી મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાઓમાં આ અંગે સંપૂર્ણ મૌન હતું અને અચાનક આ રાજકીય તોફાન આવી ગયું.

ઉલ્લેખનીય છે કે નોંધનીય છે કે અજિત પવારની બળવાખોરી પર સુપ્રિયા સુલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અજિત દાદા હજી પણ મારા ભાઈ જ છે અને હંમેશાં રહેશે. અહીં નોંધવું રહ્યું કે પાર્ટીના ફાડ પડ્યા બાદ શરદ પવાર આજે સતારામાં એક રેલીનું સંબોધન કરશે. પહેલા તે પોતોના ગુરુ યશવંતરાવ ચવ્હાણના આશિર્વાદ લેશે અને બાદમાં સતારાના કરાડમાં રેલીનું સંબોધન કરશે. 

 

maharashtra news sanjay raut sharad pawar mumbai news shiv sena eknath shinde