Maharashtra:CM એકનાથ શિંદે જશે અયોધ્યા, પહેલા ઠાકરે પર લગાવ્યો હતો ગંભીર આક્ષેપ 

03 January, 2023 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)અયોધ્યા જઈને રામલલાના દર્શન કરશે.

મુખ્યપ્રધાન એકનાથ શિંદે

મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)અયોધ્યા જઈને રામલલાના દર્શન કરશે. શિંદેએ મંગળવારે નાગપુરમાં આ વાતી જણાવી હતી. જોકે, તેમણે યાત્રા અંગે કોઈ તારીખ વ્યક્ત કરી નહોતી. 

શિવસેનામાં બળવાખોરી પહેલા શિંદે સહિત શિવસેનાના તમામ ધારાસભ્યોને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા જતાં અટકાવ્યાં હતાં.શિવસેના સાથે બળવો કરવામાં કારણોમાં આ એક કારણ પણ સામેલ હતું, ઉત્તરપ્રદેશના અયોધ્યા શહેરમાં ભગવાન રામનું વિશાળ મંદિર બની રહ્યું છે. નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે ચર્ચા દરમિયાન શિંદેએ અયોધ્યા જવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કેટલાક ધાર્મિક નેતા સોમવારે તેમને મળ્યા હતા અને તેમને અયોધ્યામાં રામલલાના દર્શન માટે આમંત્રિત કર્યા હતાં. 

આ પણ વાંચો: મુલુંડની જનમેદનીનો હૂંકાર, જૈન તીર્થોની પવિત્રતા અને ગરિમાને નહીં આવવા દઈએ આંચ

મુખ્યપ્રધાન શિંદે કહ્યું, `અયોધ્યા પૂજા અન પ્રાર્થનાનું સ્થળ છે. હું નિશ્ચિત રૂપે ત્યાં જઈશ.` નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યુ હતું. આ પહેલા નવેમ્બર 2019ના સુપ્રીમ કોર્ટમાં દશકોથી લાંબો ચાલતા વિવાદનો  ઉકેલ લાવતાં રામ મંદિરના નિર્માણનો રસ્તો ક્લિયર થયો હતો. 

શિવસેનામાં બળવા વખતે 22 જૂન 2022ના રોજ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ તત્કાલિન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કેટલાક આક્ષેપ કર્યા હતાં. આ ધારાસભ્યોએ લખ્યું હતું કે તેમને અયોધ્યા જવાથી રોકવામાં આવ્યા હતાં. તેમને અયોધ્યા જતી વખતે અધવચ્ચે રસ્તા પરથી જ મુંબઈ પરત બોલાવી લેવામાં આવ્યાં હતાં. 

 


  

mumbai news maharashtra eknath shinde shiv sena ayodhya