31 December, 2024 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની ફાઈલ તસવીર
રાજ્યમાં ટ્રાન્સપોર્ટેશન સેફ, સિક્યૉર અને સસ્ટેનેબલ રહે એ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઑફિસરોને નિર્દેશ આપતાં કહ્યું હતું કે આપણે ગૂગલ સાથે કરાર કર્યા છે એની મદદથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી રોડ પર થતા અકસ્માત અટકાવો, ૧૫ વર્ષ જૂનાં વાહનોને સ્ક્રૅપમાં કાઢો. એ સિવાય વાહનો ઓછાં કરવા રાજ્યમાં બાઇક-ટૅક્સી અને મેક્સી-ટૅક્સી શરૂ કરવામાં આવશે એવો નિર્ધાર તેમણે દર્શાવ્યો હતો. આમ કરવાથી સિંગલ પૅસેન્જર બાઇક-ટૅક્સીનો ઉપયોગ કરી શકશે, જ્યારે મિની વૅન જેવી મેક્સી-ટૅક્સીમાં છ પૅસેન્જરોને લઈ જઈ શકાય છે.
દેવેન્દ્ર ફડણવીસે ટ્રાફિક સ્મૂધલી ચાલે અને અકસ્માતો ઓછા થાય એ માટે જે સરકારી વાહનોને ૧૫ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે એવાં ૧૩,૦૦૦ વાહનો સ્ક્રૅપમાં કાઢી નાખવાનું પણ કહ્યું હતું.