15 December, 2024 07:30 PM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
નિતેશ રાણેએ મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા (તસવીર: મિડ-ડે)
મહારાષ્ટ્રમાં આજે દેવેન્દ્ર ફડણવીસના (Maharashtra cabinet expansion) મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. નાગપુરમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 39 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. જોકે ગૃહ વિભાગ ભાજપના ખાતામાં જ રહેશે એવો અંદાજો છે. તેમજ ભાજપે ગૃહ, મહેસૂલ, સિંચાઈ અને શિક્ષણ વિભાગ પોતાની પાસે રાખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રીઓનો કાર્યકાળ માત્ર અઢી વર્ષનો રહેશે. નાગપુરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો કેબિનેટ વિસ્તરણ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના ખાતામાંથી 19 ધારાસભ્યો મંત્રી બન્યા. આ સિવાય શિવસેનાના ક્વોટામાંથી 11 અને NCPના 9 ધારાસભ્યોએ શપથ લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ પછી રવિવારે રાત સુધીમાં પોર્ટફોલિયોની યાદી પણ જાહેર કરવામાં આવશે.
ભરત ગોગાવલે રાયગઢ (Maharashtra cabinet expansion) જિલ્લાના મહાડથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ શિવસેના કેમ્પના નેતા છે. ભરત મરાઠા કુણબી સમુદાયમાંથી આવે છે. પ્રતાપ સરનાઈક મરાઠા સમુદાયના મોટા નેતા છે, તેઓ શિવસેના કેમ્પના નેતા છે. 2009થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. સંજય શિરસાટ શિવસેનાના નેતા છે. તેઓ ઔરંગાબાદ પશ્ચિમથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે ચૂંટણીમાં ઉદ્ધવ જૂથના રાજુ શિંદેને હરાવ્યા હતા. શિરસાટ મરાઠવાડાના છે. સંજય સાવકર 2009 થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. સાવકરે ભાજપના નેતા છે. તેઓ સતત ચોથી વખત ભુસાવલથી ચૂંટણી જીત્યા છે તેમણે મંત્રી પદના શપથ લીધા. નરહરિ ઝિરવાલ વરિષ્ઠ આદિવાસી નેતા છે. ઝિરવાલ ડેપ્યુટી સ્પીકર બન્યા છે. ડીંડોરી સીટથી ધારાસભ્ય છે. જયકુમાર ગોરે સતારા જિલ્લાની માન બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા છે. માણિકરાવ કોકાટેને NCP ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ મરાઠા સમુદાયના મોટા નેતા છે. તેઓ નાસિકની સિન્નર બેઠક પરથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. શિવેન્દ્ર રાજે ભોસલે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. તેઓ 2019ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. શિવેન્દ્ર સતારા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને તેમણે પણ મંત્રી તરીકે શપથ લીધા.
અદિતિ તટકરે (Maharashtra cabinet expansion) અજિત પવાર કેમ્પના નેતા છે. અદિતિ આ પહેલા પણ મંત્રી રહી ચૂકી છે, તે શ્રીવર્ધન સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચુકી છે, અદિતિ દિગ્ગજ નેતા સુનીલ તટકરેની પુત્રી છે, આ સાથે તેણે ઉદ્યોગ મંત્રાલય પણ સંભાળ્યું છે. આશિષ શેલાર જય શાહના નજીકના માનવામાં આવે છે, આશિષ મુંબઈ ભાજપના અધ્યક્ષ છે. શંભુરાજ દેસાઈ એકનાથ શિંદેના ખૂબ જ નજીકના માનવામાં આવે છે, તેઓ સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા છે, આ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે, તેઓ શિવસેનાની ટિકિટ પર પાટણ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો ત્યારથી શંભુરાજ એકનાથ શિંદે સાથે ઊભા છે. અતુલ સેવ અને અશોક ઉઇક રાલેગાંવથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પંકજા મુંડે 2014 થી 2019 સુધી મંત્રી રહી ચુક્યા છે. તે મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે. તેઓ ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. જયકુમાર રાવલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ રહી ચુક્યા છે અને અગાઉ મંત્રી પદ પણ સંભાળી ચુક્યા છે. જયકુમાર રાવલ શિંદખેડા સીટથી ધારાસભ્ય છે. ઉદય સામંતે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ શિવસેના કેમ્પના નેતા છે, ઉદય સામંત રત્નાગીરી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. મંગલ પ્રભાત લોઢા મલબાર હિલથી ચૂંટાયા છે અને અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે સંસ્કૃતમાં પદના શપથ લીધા. તે મૂળ રાજસ્થાનના છે. મંગલ પ્રભાત સૌથી અમીર ધારાસભ્યોમાંના એક છે. તેમણે મુંબઈમાં અલગ-અલગ પદો પર કામ કર્યું છે, હવે તેમને મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. ધનંજય મુંડે અજિત પવારના નજીકના માનવામાં આવે છે, છત્રપતિ સંભાજી નગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સંજય રાઠોડ શિવસેના કેમ્પમાંથી મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. તેઓ દિગ્રાસ બેઠક પરથી ચૂંટાયા છે. સંજય બંજારા (ઓબીસી) સમુદાયમાંથી આવે છે. રાઠોડને એકનાથ શિંદેની ખૂબ નજીક માનવામાં આવે છે.
દાદા ભૂસેએ મંત્રી (Maharashtra cabinet expansion) તરીકે શપથ લીધા. તેઓ અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ માલેગાંવ આઉટરથી ચૂંટાયા છે. દાદા ભૂસે ઉત્તર મહારાષ્ટ્રથી આવે છે, તેઓ એકનાથ શિંદેના ખૂબ જ નજીકના માનવામાં આવે છે, જ્યારે શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો ત્યારે દાદા ભૂસે પણ શિંદેની સાથે મક્કમતાથી ઊભા હતા. ગણેશ નાઈક શિવસેનાના ધારાસભ્ય છે. તેઓ નવી મુંબઈના ધારાસભ્ય છે. ગુલાબરાવ પાટીલે મંત્રી તરીકે શપથ લીધા, તેઓ શિવસેના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. પાટીલ જલગાંવ ગ્રામીણના ધારાસભ્ય છે. ગિરીશ મહાજન દેવેન્દ્ર ફડણવીસના ખૂબ નજીકના માનવામાં આવે છે. તેઓ ભાજપના ટ્રબલ શૂટર તરીકે ઓળખાય છે. ગિરીશ જામનેર સીટના ધારાસભ્ય છે. ચંદ્રકાંત પાટીલે મંત્રી તરીકે શપથ લીધા. પાટીલ ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ કોથરુડ સીટથી ધારાસભ્ય છે. આ સાથે શિંદે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ચંદ્રશેખર બાવનકુલે અને હસન મુશ્રીફે મંત્રી તરીકે શપથ લીધા. સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર શપથ ગ્રહણ સમારોહ માટે સ્ટેજ પર પહોંચ્યા હતા. કેબિનેટ વિસ્તરણ પહેલા શિવસેનાના નેતા નરેન્દ્ર ભોંડેકરે રાજીનામું આપી દીધું છે, તેમણે વિધાનસભાના ઉપનેતાનું પદ છોડી દીધું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મંત્રી પદ ન મળવાથી નારાજ હતા.
NCP-શિવસેનાને શું મળશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાને શહેરી વિકાસ, આવાસ, ઉદ્યોગ, આરોગ્ય, (Maharashtra cabinet expansion) પરિવહન, પર્યટન, આઈટી, મરાઠી ભાષા અને MSRDC વિભાગોની જવાબદારી મળશે. તે જ સમયે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે એનસીપીને નાણાં, સહકાર અને રમતગમત વિભાગો મળશે. ભાજપે ગૃહ, મહેસૂલ, વીજળી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને તબીબી શિક્ષણ અને સિંચાઈની જવાબદારી પોતાની પાસે રાખી છે.