Maharashtra: બોમ્બે હાઈકોર્ટે NCP નેતા નવાબ મલિકને જામીન આપવાનો કર્યો ઈન્કાર

13 July, 2023 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)એ નવાબ મલિક (Nawab Malik)ની જામીન અરજી ફગાવી દીધી છે. એનસીપી નેતાએ તબીબી આધાર પર જામીન માટે અપીલ કરી હતી.

નવાબ મલિક

બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)એ નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મંત્રી નવાબ મલિક (Nawab Malik)ને મની લોન્ડરિંગ કેસમાં તબીબી આધાર પર જામીન આપવાનો ઇનકાર કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફેબ્રુઆરી 2022માં ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા કેસમાં મલિક (Nawab Malik)ની ધરપકડ કરવામાં આવી હતી. એનસીપી નેતાને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને હાલમાં તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નવાબ મલિક(Nawab Malik)એ તબીબી આધાર પર જામીન માટે અપીલ કરી હતી. તેણે જણાવ્યું કે કિડનીની દીર્ઘકાલિન બીમારી સિવાય તે અન્ય બીમારીઓથી પણ પીડિત છે. જસ્ટિસ અનુજા પ્રભુદેસાઈની સિંગલ બેન્ચે મલિકની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે બે અઠવાડિયા પછી મેરિટના આધારે જામીન માંગતી અરજી પર સુનાવણી કરવામાં આવશે.

મલિક (Nawab Malik)ના વકીલ અમિત દેસાઈએ જણાવ્યું કે મલિકની હાલત છેલ્લા આઠ મહિનાથી બગડી રહી છે, તે કિડનીની બિમારીના સ્ટેજ 2 થી સ્ટેજ 3 માં છે. તેણે કોર્ટને વિનંતી કરી કે જો મલિકને આ સ્થિતિમાં રાખવામાં આવે તો તે તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

ED માટે હાજર રહેલા સોલિસિટર જનરલ અનિલ સિંહે મલિકના જામીનનો વિરોધ કરતા કહ્યું કે તેમને તેમની પસંદગીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અગાઉ પણ મુંબઈ હાઈકોર્ટે આ મામલે સવાલ કર્યા હતા. દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો સાથે સંબંધ ધરાવવાના આરોપસર પકડાયેલા રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા નવાબ મલિક (Nawab Malik)હાલ જેલકસ્ટડી હેઠળ છે અને ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પ્રિવેન્શ‌ન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ તેમની ધરપકડ કરી હતી. 

નેતાના વકીલો દ્વારા તેમણે બૉમ્બે હાઈ કોર્ટમાં તેઓ બીમાર હોવાથી જામીન મેળવવા અરજી કરી છે. આ અરજી બાબતે બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એમ. એસ. કર્ણિકે બહુ જ સ્પષ્ટતા સાથે તેમના વકીલોને કહ્યું હતું કે તે જાણવા માગે છે કે પીએમએલએ મુજબ બીમાર વ્યક્તિ એટલે કોણ એ તેઓ કોર્ટને જણાવે. કોર્ટે વકીલને કહ્યું કે તમે જે દલીલો કરો છો એ બીમાર વ્યક્તિ એટલે કોણ એ જણાવો. જો તમારો જવાબ સંતોષકારક લાગશે તો આ અંગે સુનાવણી કરવામાં આવશે. 

 

nawab malik maharashtra news nationalist congress party mumbai news bombay high court