24 December, 2022 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે રાત્રે મહારાષ્ટ્ર(Maharashtra)ના સતારા જિલ્લામાં પુણે-પંઢરપુર રોડ પર મલથાન પાસે બીજેપી ધારાસભ્ય જયકુમાર ગોર(BJP MLA Jaykumar Gore)ની કાર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ધારાસભ્યની પાંસળીમાં ફ્રેક્ચર થયું છે તથા ડ્રાઈવર અને તેની સાથે રહેલા બે ગાર્ડને ગંભીર ઈજાઓ થઈ છે. ઘાયલ ધારાસભ્યની પુણેની રૂબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બારામતી રિફર કરવામાં આવ્યા છે. તેમની એસયુવી કાર સંતુલન ગુમાવીને ખાડીમાં પડતા ગંભીર અકસ્માત થયો હતો.
કાર ચલાવતો ડ્રાઈવર સૂઈ ગયો હતો
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત શનિવારે એટલે કે આજે સવારે 3.30 વાગ્યે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કારના ડ્રાઈવરને અચાનક ઊંઘ આવી ગઈ જેના કારણે કાર અસંતુલિત થઈ ગઈ અને પુલની રેલિંગ તોડીને 30 ફૂટ નીચે ઉંડી ખીણમાં પડી ગઈ. જો કે પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.
આ પણ વાંચો: હવે કોરોનાના ખોફ વચ્ચે કરો બેરોકટોક પાર્ટી
ધારાસભ્ય પુણેથી તેમના ગામ દહીવડી જઈ રહ્યા હતા
મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત શનિવારે સવારે પુણે-પંઢરપુર રોડ પર મલથાણ ખાતે સ્મશાન ભૂમિ પાસે થયો હતો. ધારાસભ્ય જયકુમાર ગોર પુણેથી તેમના ગામ દહીવડી જઈ રહ્યા હતા. ત્યારબાદ ડ્રાઈવરની બેદરકારીના કારણે ગોરની ફોર્ચ્યુનર એસયુવી પુલથી 30 ફૂટ નીચે ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ધારાસભ્ય, ગાર્ડ અને ડ્રાઈવર સહિત ત્રણેયને ઈજા થઈ હતી.