આવતીકાલે મહારાષ્ટ્રમાં શું ચાલુ - શું બંધ? કોણે કર્યું છે આહ્વાન? જાણો તમામ વિગતો અહીં

23 August, 2024 06:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બંધને લઈને શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં લોકો પરેશાન છે અને વિરોધ કરી રહેલા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના બદલાપુરની એક શાળામાં બે છોકરીઓ પર કથિત જાતીય શોષણને લઈને રાજ્યભરમાં આક્રોશ છે. દરમિયાન મહા વિકાસ આઘાડીએ 24મી ઑગસ્ટે મહારાષ્ટ્ર બંધ (Maharashtra Bandh 2024)નું એલાન કર્યું છે. સીટોની વહેંચણીને લઈને બુધવારે વિરોધ પક્ષોએ બેઠક બોલાવી હતી. આ સંદર્ભે જ નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર બંધ (Maharashtra Bandh 2024)ને કૉંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની પાર્ટી NCP (SP)એ ટેકો આપ્યો છે. આ બંધને લઈને શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં લોકો પરેશાન છે અને વિરોધ કરી રહેલા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બદલાપુરમાં બનેલી ઘટનાના વિરોધમાં વિપક્ષ મહા વિકાસ આઘાડી 24મીએ મહારાષ્ટ્ર બંધનું એલાન કરશે.

શરદ પવારની પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાડે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ સરકાર સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ માટે મહારાષ્ટ્રમાં બંધ (Maharashtra Bandh 2024) ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૉંગ્રેસ પાર્ટીના નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું કે, બદલાપુરની ઘટના ખૂબ જ ગંભીર છે. આ કારણોસર અમે 24મી ઑગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે.

શું મહારાષ્ટ્ર બંધ દરમિયાન શાળા-કૉલેજો ખુલશે?

સરકાર દ્વારા આ અંગે કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. તેથી, શાળાઓ અને કૉલેજો બંધ રહેવાની સંભાવના ઘણી ઓછી છે. જોકે, જે સંસ્થાઓ સામાન્ય રીતે શનિવારે બંધ રહે છે તે બંધ રહેશે.

શું મેટ્રો અને બસો દોડશે?

બદલાપુર ઘટનાને લઈને વિરોધ પક્ષોએ મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર તરફથી હજુ સુધી બસો અને મેટ્રોને લઈને કોઈ સૂચના આવી નથી. તેથી, બસો અને મેટ્રો રાબેતા મુજબ દોડવાની અપેક્ષા છે.

બૅન્કો ખુલશે?

આ શનિવાર એટલે કે 24 ઑગસ્ટ મહિનાનો ચોથો શનિવાર છે, તેથી દેશભરમાં બૅન્કો બંધ રહેશે. ભારતીય રિઝર્વ બૅન્કના નિયમો અનુસાર, બૅન્કો બીજા અને ચોથા શનિવાર, રવિવાર, રાષ્ટ્રીય રજાઓ અને પ્રાદેશિક રજાઓના દિવસે બંધ રહે છે.

બદલાપુરમાં શું થયું?

મહારાષ્ટ્રના બદલાપુરમાં, શાળાના સફાઈ કામદાર દ્વારા ત્રણ અને ચાર વર્ષની બે છોકરીઓનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ પછી જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ માત્ર શાળામાં તોડફોડ કરી એટલું જ નહીં બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો પણ રોકી દીધી, જેને કારણે મુંબઈની લાઈફલાઇન કહેવાતી લોકલ ટ્રેન અટકી ગઈ હતી. પોલીસે તોડફોડ અને પથ્થરમારા માટે 300 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

uddhav thackeray shiv sena nationalist congress party congress maha vikas aghadi maharashtra maharashtra news