04 January, 2025 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પુણેમાં આયોજિત ‘Know Your Army Mela 2025’માં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
વિધાનસભાની ચૂંટણી પહેલાં વિરોધ પક્ષો સતત મહાયુતિ સરકાર પર અટૅક કરતા હતા કે મહારાષ્ટ્રનો ઉદ્યોગ-ધંધો ગુજરાત ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો છે અને આપણી સરકાર કંઈ કરતી નથી. ઉદ્ધવસેનાએ તો પોતાના મૅનિફેસ્ટોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
જોકે હકીકત શું છે એના આંકડા ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બહાર પાડ્યા હતા. ૨૦૨૦-૨૧થી ૨૦૨૩-૨૪ દરમ્યાન દર વર્ષે રાજ્યમાં જેટલું ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આવ્યું હતું એના જેટલું રોકાણ તો ૨૦૨૪-૨૫ના પહેલા છ મહિનામાં જ આવી ગયું છે. દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે સપ્ટેમ્બર, ૨૦૨૪ના પૂરા થતાં પહેલાં બે ક્વૉર્ટરમાં રાજ્યને ૧,૧૩,૨૩૬ કરોડ રૂપિયાનું FDI મળ્યું છે. તેમણે કહ્યું હતું કે હું નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, અજિત પવાર અને કૅબિનેટના બીજા સાથીઓ સાથે મળીને ઇન્વેસ્ટમેન્ટનો આ ધોધ અવિરત ચાલુ રાખીશું.
કયા વર્ષે કેટલું FDI મળ્યું? |
|
વર્ષ |
FDI (કરોડમાં) |
૨૦૨૦-૨૧ |
૧,૧૯,૭૩૪ |
૨૦૨૧-૨૨ |
૧,૧૪,૯૬૪ |
૨૦૨૨-૨૩ |
૧,૧૮,૪૨૨ |
૨૦૨૩-૨૪ |
૧,૨૫,૧૦૧ |
૨૦૨૪-૨૫ |
૧,૧૩,૨૩૬ (પહેલા છ મહિનામાં) |