મહારાષ્ટ્ર ATSએ થાણેમાંથી પંજાબ ગેંગસ્ટરના ત્રણ સાથીઓને ઝડપી પાડ્યા

09 January, 2023 06:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એટીએસ અધિકારીઓએ એમ્બિવલીમાં એનઆરસી કોલોનીમાં છટકું ગોઠવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ પંજાબના ગેંગસ્ટર સોનુ ખત્રીના ત્રણ સાથીઓની પડોશી થાણે જિલ્લામાંથી ધરપકડ કરી છે. આ જાણકારી એક અધિકારીએ આપી હતી.

પંજાબ પોલીસ (Punjab Police)ની એન્ટિ-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) સાથે સંયુક્ત ઓપરેશનમાં, ATSએ રવિવારે સાંજે પડોશી થાણે જિલ્લામાં કલ્યાણમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. ત્રણેય કથિત રીતે ગેંગસ્ટર-આતંકવાદી હરવિંદર સિંઘ ઉર્ફે રિંડાના સંપર્કમાં હતા એવું જાણવા મળ્યુ છે. 

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એટીએસ અધિકારીઓએ એમ્બિવલીમાં એનઆરસી કોલોનીમાં છટકું ગોઠવ્યું હતું. એ મુજબ કાલાચોકી અને વિક્રોલી એકમોના અધિકારીઓની બનેલી એટીએસની ટીમે સ્થાનિક પોલીસ અને પંજાબ પોલીસની મદદથી યાદવ નગરમાંથી આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Mumbai: પાકિસ્તાનમાં ગુટખાના ઉત્પાદનમાં દાઉદને મદદ કરનાર બિઝનેસમેનને 10 વર્ષની જેલ

ત્રણેય જ્યારે  20 વર્ષના હતા ત્યારે હત્યા, હત્યાનો પ્રયાસ, શરીરના ગંભીર ગુનાઓ, શસ્ત્રો અને વિસ્ફોટકો વહન કરવાના કેસોમાં સંડોવાયેલા હતાં.અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓને પંજાબ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

mumbai news mumbai maharashtra thane