મહારાષ્ટ્રમાં ૨૦૧૯ની સરખામણીએ ૩.૬૭ ટકા મતદાન વધ્યું, કુલ ૬૫.૧૧ ટકા

22 November, 2024 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખા રાજ્યમાં સૌથી વધારે ૮૪.૭૯ ટકા કરવીર બેઠક પર અને સૌથી ઓછું ૪૪.૪૯ ટકા મતદાન કોલાબામાં નોંધાયું

પ્રતીકાત્મક તસવીર

બુધવારે સાંજે પાર પડેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકની ચૂંટણીમાં કોણ બાજી મારશે એ તો આવતી કાલે બપોર સુધીમાં ખબર પડી જશે, પણ એ પહેલાં રાજ્યના ૬૫.૧૧ ટકા લોકોએ મતદાનનો ઉપયોગ કર્યો હોવાનું ચૂંટણીપંચે બહાર પાડેલા ફાઇનલ આંકડા પરથી સ્પષ્ટ થાય છે. આ પહેલાં ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીમાં ૬૧.૪૪ ટકા વોટર્સે પોતાના વોટિંગ-રાઇટ્સનો ઉપયોગ કર્યો હતો. એ રીતે જોવા જઈએ તો આ વખતે રાજ્યમાં ગઈ ચૂંટણીની સરખામણીએ ૩.૬૭ ટકા વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આખા રાજ્યની વાત કરીએ તો કોલ્હાપુર જિલ્લાની કરવીર બેઠક પર સૌથી વધુ ૮૪.૭૯ ટકા અને મુંબઈ અને MMRની જેમ રાજ્યમાં પણ સૌથી ઓછું ૪૪.૪૯ ટકા મતદાન કોલાબા બેઠક પર નોંધાયું છે. આ બેઠક પર ઓછું મતદાન થવાનો ઇતિહાસ છે. 

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections political news maharashtra news