લોકોની સુવિધા અને વિકાસકાર્યોના પ્રાધાન્યથી વિનોદ ઘોસાળકરને જનમત મળવાનો વિશ્વાસ

19 November, 2024 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરે દ્વારા વિનોદ ઘોસાળકરને ઉમેદવારી જાહેર થતાં આ મતદાર સંઘના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી

વિનોદ ઘોસાળકર પ્રચારકાર્ય દરમિયાન

શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા દહિસરના ઉમેદવાર જાહેર કરાયા એ પહેલાં જ દહિસરવાસીઓએ ૧૫૩-વિધાનસભા ક્ષેત્રમાં આ ચૂંટણીમાં પરિવર્તન લાવવા અહીંના સ્થાનિક કાર્યના અનુભવી જનસેવક વિનોદ ઘોસાળકરની તરફેણમાં પ્રચારકાર્ય શરૂ કરી દીધું હતું. ઉદ્ધવ ઠાકરે દ્વારા વિનોદ ઘોસાળકરને ઉમેદવારી જાહેર થતાં આ મતદાર સંઘના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. શિવસેના સાથે મહા વિકાસ આઘાડીના ઘટક પક્ષના પદાધિકારીઓ-કાર્યકરોએ ઘેર-ઘેર જઈને મશાલ ચિહ્‍નને મત આપવાનું આહ્‍વાન કર્યું હતું.

દરેક ધર્મ-જાતિ-સંપ્રદાય માટે સન્માન અને સદ્ભાવના રાખતા વિનોદ ઘોસાળકરને લોકોનો ટેકો અને ભારે સમર્થન મળી રહ્યાં છે. છેલ્લાં ૧૦ વર્ષથી લોકોને પોતાના હક્કની સગવડ મળી નથી કે ગંદકી-કચરો, પાણીની તંગી, સારા રસ્તા, ગટર, વરસાદમાં ભરાતાં પાણી અને ટ્રાફિકની તકલીફ દૂર થઈ નથી માટે જ સ્થાનિક લોકોને જણાવ્યું હતું કે અમે દહિસરવાસીઓના હિતમાં કાર્ય થાય અને અટકેલાં વિકાસકાર્યો હાથ ધરાય એ માટે બદલાવ લાવીશું.

વિનોદ ઘોસાળકર શિક્ષિત, સમજદાર, કાર્યઅનુભવી સેવા કરતા હોવાથી ભારે સમર્થન મેળવી રહ્યા છે. આ એક એવા ઉમેદવાર છે જેઓ પ્રચાર દરમ્યાન દરેક ધર્મ-સંપ્રદાયના લોકોને ઘરે-ઘરે મળવા ગયા છે અને તેમની સમસ્યાઓ જાણી છે. વિનોદ ઘોસાળકરે જણાવ્યું હતું કે ‘સ્લમ એરિયામાં રહેતા લોકોને SRA પ્રોજેક્ટમાં તેમના હક્કનાં ઘર આપવાં, ઍરપોર્ટ ઑથોરિટીના રડાર-વાયરલેસ નિયંત્રણને લીધે ઇમારતોના રીડેવલપમેન્ટમાં ઊંચાઈ વધારવામાં નડતી રુકાવટનો ત્વરિત ઉકેલ લાવવો, બિલ્ડિંગના પુનઃવિકાસ માટે ડીમ્ડ કન્વેયન્સ પ્રક્રિયાને પારદર્શક બનાવી એને ઝડપથી પૂર્ણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.’

maharashtra assembly election 2024 assembly elections dahisar uddhav thackeray shiv sena mumbai mumbai news