મહાયુતિના ૪ ને મહા વિકાસ આઘાડીના ૧૧ ઉમેદવાર કોણ છે એનું રહસ્ય કાયમ

30 October, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉમેદવારી નોંધાવવાનો સમય પૂરો થયો, પણ...

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. મહા વિકાસ આઘાડીમાં સામેલ કૉન્ગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)માં ૧૧ બેઠકના તેમ જ સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં ૪ બેઠકના ઉમેદવાર કોણ છે એ સ્પષ્ટ નથી. મહા વિકાસ આઘાડી અને મહાયુતિએ આ ૧૫ બેઠકમાં ઉમેદવારી નોંધાવી છે, પણ ઉમેદવારનાં નામ જાહેર નથી કર્યાં.

મહાયુતિમાં BJPએ ૧૫૨, NCPએ ૫૨ અને શિવસેનાએ ૮૦ ઉમેદવાર જાહેર કર્યા છે. એમાં BJPના ચાર અને શિવસેનાના બે સહયોગી પક્ષોના ઉમેદવાર સામેલ છે. ત્રણેય પક્ષના મળીને ૨૮૪ ઉમેદવાર થાય છે એટલે બાકીના ચાર ઉમેદવાર કોણ અને કયા પક્ષના છે એ સ્પષ્ટ નથી.

મહા વિકાસ આઘાડીમાં કૉન્ગ્રેસે ૧૦૩, શિવસેના (UBT)એ ૮૭ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ પણ ૮૭ ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્રણેય પક્ષના મળીને ૨૭૭ ઉમેદવાર થાય છે એટલે બાકીના ૧૧ ઉમેદવાર કોણ અને કયા પક્ષના છે એ સ્પષ્ટ નથી.

7995- રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકો માટે રાજ્યભરમાંથી આટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે
478- મુંબઈની ૩૬ વિધાનસભા બેઠકો માટે આટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections maha vikas aghadi shiv sena congress nationalist congress party