midday

અંધેરી-ઈસ્ટમાં શિવસેના બળવો ખાળવામાં સફળ થઈ, સ્વીકૃતિ શર્માએ પીછેહઠ કરી

05 November, 2024 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે સ્વીકૃતિ શર્માએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો
સ્વીકૃતિ શર્મા

સ્વીકૃતિ શર્મા

વિધાનસભાની ચૂંટણીમાં અંધેરી-ઈસ્ટની બેઠકમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેનામાંથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતી નેતા મુરજી પટેલને ઉમેદવારી આપી છે. આ બેઠકમાં શિવસેનામાં સામેલ થયેલા મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માનાં પત્ની સ્વીકૃતિ શર્મા પણ ચૂંટણી લડવા માગતાં હતાં. ટિકિટ ન મળતાં નારાજ થઈ ગયેલાં સ્વીકૃતિ શર્માએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ગઈ કાલે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે સ્વીકૃતિ શર્માએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. આથી અંધેરી-ઈસ્ટ વિધાનસભા બેઠકમાં શિવસેનાના મુરજી પટેલ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)નાં ઉમેદવાર ઋતુજા લટકે વચ્ચે મુકાબલો થશે. સ્વીકૃતિ શર્માની દીકરી નિકેતાએ પણ આ જ બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, પણ ગઈ કાલે તેણે પણ પીછેહઠ કરી હતી.

Whatsapp-channel
maharashtra assembly election 2024 assembly elections shiv sena eknath shinde andheri maharashtra maharashtra news mumbai mumbai news