08 November, 2024 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે
લોકસભાની ચૂંટણીમાં પાલઘર બેઠક પર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ભારતી કામડીને ઉમેદવારી આપી હતી. તેમનો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ડૉ. હેમંત સાવરા સામે પરાજય થયો હતો. ભારતી કામડીએ વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને ગઈ કાલે પાલઘરના સંપર્કપ્રમુખ વૈભવ સંખે અને ઉપનેતા જગદીશ ઘોડીના નેતૃત્વમાં વર્ષા બંગલામાં જઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. ભારતી કામડીએ સાથ છોડવાથી ઉદ્ધવ ઠાકરેને પાલઘરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભારતી કામડીને ૪,૧૭,૯૩૮ મત મળતાં તેમનો BJPના ડૉ. હેમંત સાવરા સામે ૧,૮૩,૩૦૬ મતથી પરાજય થયો હતો.