૨૫ વર્ષનો રોહિત પાટીલ સૌથી યંગ, ૭૮ વર્ષના પૃથ્વીરાજ ચવાણ સૌથી મોટી ઉંમરના ઉમેદવાર

26 October, 2024 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૃથ્વીરાજ ચવાણ બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ૭૭ વર્ષના છગન ભુજબળ મોટી ઉંમરના ઉમેદવારોમાં બીજા નંબરે છે

પૃથ્વીરાજ ચવાણ, રોહિત પાટીલ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સત્તાધારી અને વિરોધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી મહાયુતિ અને મહા વિકાસ આઘાડી તરફથી ૧૫૦થી ૧૯૦ જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. એમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) તરફથી તાસગાવ બેઠક માટે જાહેર કરવામાં આવેલો ૨૫ વર્ષનો રોહિત પાટીલ સૌથી યંગ ઉમેદવાર તો કરાડ વિધાનસભામાંથી ચૂંટણી લડી રહેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા ૭૮ વર્ષના પૃથ્વીરાજ ચવાણ સૌથી મોટી ઉંમરના ઉમેદવાર હોવાનું જાણવા મળ્યું છે. પૃથ્વીરાજ ચવાણ બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ૭૭ વર્ષના છગન ભુજબળ મોટી ઉંમરના ઉમેદવારોમાં બીજા નંબરે છે.

mumbai news mumbai maharashtra assembly election 2024 maharashtra political news nationalist congress party