થાણે જિલ્લાની બેઠકોની મતદારયાદીમાં બે લાખ લોકોનાં નામ બે વાર હોવાનો આરોપ

18 October, 2024 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના ચૂંટણીપંચે બુધવારે મતદારયાદી જાહેર કરી હતી એમાં થાણે જિલ્લાની છ વિધાનસભા બેઠકોમાં ૧૩ હજાર જેટલાં નામો બે વખત નોંધાયાં હોવાનું થાણેના કલેક્ટર અશોક શિનગારેએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સમાં કબૂલ કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ચૂંટણીપંચે બુધવારે મતદારયાદી જાહેર કરી હતી એમાં થાણે જિલ્લાની છ વિધાનસભા બેઠકોમાં ૧૩ હજાર જેટલાં નામો બે વખત નોંધાયાં હોવાનું થાણેના કલેક્ટર અશોક શિનગારેએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સમાં કબૂલ કર્યું હતું અને તેમણે મતદારયાદીમાં સુધારો કરવાની માગણી ચૂંટણીપંચમાં કરી છે. જોકે સત્તાધારી અને વિરોધી પક્ષોનો આરોપ છે કે અહીંની છ વિધાનસભા બેઠકમાં માત્ર ૧૩,૦૦૦ નહીં, પણ ૨,૧૭,૦૦૦ મતદારોનાં નામ બે વખત યાદીમાં નોંધવામાં આવ્યાં છે, આથી ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઈને જેમનાં નામ બે વખત યાદીમાં દાખલ કરવામાં આવ્યાં છે એ દૂર કરવામાં આવે અને નવી યાદી તાત્કાલિક જાહેર કરે એવી માગણી કરી છે. થાણે જિલ્લામાં થાણે, મીરા-ભાઈંદર, ઓવળા-માજીવાડા, કોપરી-પાચપાખાડી, બેલાપુર અને ઐરોલી મળીને છ વિધાનસભા બેઠક આવેલી છે. 

mumbai thane maharashtra assembly election 2024 maharashtra news maharashtra political news mumbai news