26 November, 2024 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય જનતા પાર્ટી
મહારાષ્ટ્ર વિધાનસભામાં સત્તાધારી મહાયુતિનો પ્રચંડ વિજય થયો છે એમાં સરકારના ભારતીય જનતા પાર્ટી (BJP), અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને એકનાથ શિંદેની શિવસેનાના અત્યારની સરકારના તમામ ૨૮ કૅબિનેટ પ્રધાનને જનતાએ ફરી ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે. સામાન્ય રીતે ચૂંટણીમાં એક-બે કે એનાથી વધુ પ્રધાનો બીજી વખત સફળ નથી થતા પણ મહારાષ્ટ્રમાં વર્ષો બાદ લોકોએ સરકાર અને તેના કૅબિનેટ પ્રધાનોમાં વિશ્વાસ મૂક્યો હોવાનું જણાયું છે.