24 November, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર
રાજકીય રીતે મહારાષ્ટ્રને છ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ તમામ ક્ષેત્રોમાં મહાયુતિએ મોટા ભાગની બેઠકો પર વિજય મેળવીને ઝંડો ફરકાવ્યો છે; પણ મુંબઈ, વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીએ થોડી ટક્કર આપી હોવાનું જણાઈ આવ્યું છે.
મુંબઈ- આ ક્ષેત્રમાં વિધાનસભાની ૩૬ બેઠક છે. એમાંથી મહાયુતિએ ૨૩ તો મહા વિકાસ આઘાડીએ ૧૨ બેઠક મેળવી છે, જ્યારે એક બેઠક સમાજવાદી પાર્ટીને મળી છે.
થાણે-કોંકણ- આ ક્ષેત્રમાં વિધાનસભાની ૩૯ બેઠક છે. એમાંથી મહાયુતિને ૩૨ તો મહાયુતિને ૪ બેઠક મળી છે, જ્યારે ૩ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
પશ્ચિમ મહારાષ્ટ્ર- આ ક્ષેત્રમાં ૫૮ વિધાનસભા બેઠક છે. એમાંથી મહાયુતિને ૪૪ તો મહા વિકાસ આઘાડીને ૧૦ બેઠક મળી છે, જ્યારે ૪ બેઠકમાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
મરાઠવાડા- આ ક્ષેત્રમાં વિધાનસભાની ૪૬ બેઠક છે. એમાંથી મહાયુતિને ૪૦ તો મહા વિકાસ આઘાડીને ૬ બેઠક મળી છે.
ઉત્તર મહારાષ્ટ્ર- આ ક્ષેત્રમાં વિધાનસભાની ૪૭ બેઠક છે. એમાંથી મહાયુતિને ૪૧ તો મહા વિકાસ આઘાડીને ૩ બેઠક મળી છે, જ્યારે ૩ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
વિદર્ભ- આ ક્ષેત્રમાં સૌથી વધુ ૬૨ બેઠક આવેલી છે. એમાંથી મહાયુતિને ૪૮ તો મહા વિકાસ આઘાડીને ૧૩, જ્યારે ૧ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.