રાજ્યના ઇતિહાસમાં પહેલવહેલી વાર વિરોધ પક્ષના નેતાનું પદ ખાલી રહેશે

24 November, 2024 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પણ પાર્ટીને કુલ બેઠકોના દસમા ભાગ જેટલી બેઠક ન મળી હોવાથી આ પોઝિશન કોઈને નહીં મળે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા નહીં હોય. ગઈ કાલનાં પરિણામોમાં એક પણ વિરોધ પક્ષને રાજ્યની જેટલી બેઠક છે એના દસમા ભાગ જેટલી પણ બેઠક ન મળી હોવાથી વિરોધ પક્ષના નેતાનું પદ કોઈને નહીં મળી શકે.

આ પહેલાં આવી જ પરિસ્થિતિ ૨૦૧૪ અને ૨૦૧૯માં લોકસભાના ઇલેક્શન બાદ થઈ હતી. સતત દસ વર્ષ સુધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા નહોતા. આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘અમે આંકડાના આધારે નથી કામ કરતા. વિરોધ પક્ષ દ્વારા જે પણ વાત રજૂ કરવામાં આવશે એને સાંભળીને જરૂરી પગલાં પણ લેવામાં આવશે.’

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections political news