12 November, 2024 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જળગાવના ફૈઝપુરમાં પ્રચારસભા સંબોધી હતી. વિરોધ પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડીના નેતાઓ મુસ્લિમોને આરક્ષણ આપવાનું કહી રહ્યા છે ત્યારે અમિત શાહે કહ્યું હતું કે ‘આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો. આજના આ શિવપ્રતાપ દિવસે કહું છું કે શિવાજી મહારાજના સિદ્ધાંત પર ચાલીને મહારાષ્ટ્રને નંબર વન રાજ્ય બનાવીશું. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સત્તામાં આવીશું તો આરક્ષણની પચાસ ટકાની મર્યાદા દૂર કરીને મુસ્લિમોને ૧૦ ટકા આરક્ષણ આપવાની વાત કરી રહ્યા છે. મુસ્લિમોને આરક્ષણ આપવું હોય તો અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને આપવામાં આવેલા આરક્ષણમાંથી જ આપવું પડે. એક સમાજનો અધિકારી છીનવીને બીજા સમાજને લાભ ન આપી શકાય. આથી હું અહીં સ્પષ્ટ કરું છું કે કોઈ પણ ભોગે કેન્દ્રમાં અમારી સરકાર છે ત્યાં સુધી મુસ્લિમોને આરક્ષણ નહીં અપાય.’