NCPના પહેલા લિસ્ટમાં નવાબ મલિક અને ઝીશાન સિદ્દીકીને પણ સ્થાન નહીં

24 October, 2024 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવાબ મલિક અણુશક્તિનગર મતદારસંઘના વિધાનસભ્ય છે.

નવાબ મલિક, ઝીશાન સિદ્દીકી

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર દ્વારા ગઈ કાલે વિધાનસભાની ચૂંટણી માટેના ૩૮ ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. જોકે આ લિસ્ટમાં વિધાનસભ્ય નવાબ મલિક અને તેમની પુત્રી સના તેમ જ તાજેતરમાં જ બાંદરા ઈસ્ટમાં હત્યા કરવામાં આવી હતી એ બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીનાં નામ લિસ્ટમાં નથી. નવાબ મલિક અણુશક્તિનગર મતદારસંઘના વિધાનસભ્ય છે. જોકે આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવાબ મલિક શિવાજીનગર-માનખુર્દ વિધાનસભા બેઠકમાંથી ચૂંટણી લડે એવી અટકળો લગાવાઈ રહી છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ અને બાંદરાના વિધાનસભ્ય આશિષ શેલારે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નવાબ મલિકને ઉમેદવારી આપવામાં આવશે તો દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ રાખનારા આ નેતાનો મહાયુતિ સ્વીકાર નહીં કરે અને તેમને ચૂંટણીમાં સમર્થન પણ નહીં આપે. કદાચ આ જ કારણસર પહેલી યાદીમાં નવાબ મલિક કે તેમની પુત્રી સનાનું નામ જાહેર નથી કરવામાં આવ્યું.

mumbai news mumbai ajit pawar nationalist congress party political news assembly elections maharashtra assembly election 2024 zeeshan siddique nawab malik