નાના પટોલેની જીભ લપસી 

13 November, 2024 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPની સરખામણી કુત્તા સાથે કરી

ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે અકોલામાં આયોજિત એક કાર્યક્રમમાં કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ‘હું પૂછવા માગું છું કે શું તમે (અકોલા જિલ્લાના OBC) ભારતીય જનતા પાર્ટી (BJP)ને વોટ આપશો જે તમને ‘કુત્તા’ કહે છે? આ સમય BJPને ‘કુત્તા’ બનાવવાનો છે. મહારાષ્ટ્રમાં BJPને હરાવવાનો સમય આવી ગયો છે. આ પાર્ટી ખોટું બોલીને સત્તામાં આવી હતી અને હવે આ પાર્ટીને એની જગ્યા દેખાડવાનો સમય આવી ગયો છે. BJPના લોકો પોતાને ભગવા અને વિશ્વગુરુ માને છે.’

નાના પટોલેને આ બાબતે જવાબ આપતાં BJPના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘આ લોકો નિરાશાથી હતાશા તરફ જઈ રહ્યા છે. શરદ પવાર કંઈક બોલે છે, ઉદ્ધવ ઠાકરે મૌખિક રૂપમાં ચૂંટણી પંચને અપશબ્દો કહી રહ્યા છે. હવે રાહુલ ગાંધીની કૉન્ગ્રેસ BJPને ‘કુત્તા’ કહી રહી છે, કારણ કે સર્વેક્ષણમાં મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત દેખાઈ રહ્યો છે.’

maharashtra assembly election 2024 assembly elections congress bharatiya janata party mumbai mumbai news maharashtra news maharashtra