નાંદેડ જિલ્લાની બેઠકના ઉમેદવારે ઝેરી દવા પી લીધી

06 November, 2024 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય સમાજ પાર્ટીના કિનવટના નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો એની ચર્ચા

ઝેરી દવા પીનારો ઉમેદવાર ગોવિંદ જેઠેવાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નાંદેડ જિલ્લાની કિનવટ બેઠકમાં મહાદેવ જાનકરની રાષ્ટ્રીય સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનારા ગોવિંદ જેઠેવારે ઝેરી દવા પીઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઝેરી દવા પીધા બાદ એની અસર થવા લાગતાં ગોવિંદ જેઠેવારને તેલંગણના આદિલાબાદની હૉસ્પિટલમાં તેમના સમર્થકોએ ઍડ્મિટ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી અનેક નેતાઓ નારાજ થયા છે અને બળવો કર્યો છે. જોકે ગોવિંદ જેઠેવારને પાર્ટીએ કિનવટ વિધાનસભાની ઉમેદવારી આપી છે અને તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે અચાનક એવું શું બન્યું કે તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવો પડ્યો એવો સવાલ થઈ રહ્યો છે.

maharashtra assembly election 2024 maharashtra suicide political news maharashtra news nanded news mumbai mumbai news assembly elections